મિત્રોએ જ માથામાં પાવડાના ઘા ઝીંકી કરી હત્યા, ડભોઈમાં સિક્યોરિટી ગાર્ડના હત્યારા ઝડપાયા
ડભોઇ તાલુકાના પૂડા ગામની સીમમાં કપાસના ખેતરમાંથી ગતરોજ હસમુખભાઈ ભવનભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 45 ખેતરમાંથી મૃત

ડભોઇ તાલુકાના પૂડા ગામની સીમમાં કપાસના ખેતરમાંથી ગતરોજ હસમુખભાઈ ભવનભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 45 ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. સિક્યોરિટીની નોકરી કરતા યુવકની માથાના ભાગે ગંભીર ઈજા થયેલી હોય હત્યાની આશંકા સેવાઈ રહી હતી. ત્યારે ડભોઈ પોલીસે ડોગ સ્કોડ, એફએસએલ, એલસીબી સહિત સ્થાનિક પોલીસની ટીમો ભેદ ઉકેલવા કામે લાગતા ગણતરીમાં કલાકમાં જ સફળતા મળી છે. હત્યારાઓ મૃતકના મિત્ર હોવાનું સામે આવતા જ પરિવારમાં અરેરાટી વ્યાપી હતી. પૈસાની લેવડદેવડ બાબતે બે મિત્રો દ્વારા જ મિત્રની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
માથાના ભાગે પાવડાના ઘા ઝીંકી હત્યા
પૂડા ગામના હસમુખભાઈની પૈસાની લેતી દેતી મામલે હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. સિક્યુરિટીની નોકરીમાં સાથે કામ કરતા બે મિત્રોએ જ માથાના ભાગે પાવડાના ઘા ઝીંકી હસમુખ ચૌધરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યારા મિત્રો (૧) મિતેશ નરસિંહભાઈ વસાવા ઉંમર વર્ષ 30 રહે કાશીપુરા અને (૨) સતીશ નરોત્તમભાઈ વસાવા ઉંમર વર્ષ 35 રહે કાશીપુરા, બંને આરોપીની ધરપકડ કરી કસ્ટડીમાં ધકેલ્યા છે. હસમુખભાઈના મોતથી પત્ની સુરેખાબેન અને બે દીકરીઓ નોંધારા બની છે.
શું હતી ઘટના
ડભોઇ તાલુકાના પુડા ગામે ગત રાત્રીના ચામુંડા માતાના મંદિરે માતાજીનો માંડવો હતો.ત્યારે ધાર્મિક પ્રસંગ હોવાથી ગામ લોકો મંદિરે જમવા ગયા હતા.ત્યાથી પરત આવી સુઇ ગયા હતા.ત્યારે મૃતક હસમુખભાઇ ભવાનભાઇ ચૌહાણે રાત્રીના 8-30 વાગે પોતાની પત્નિ સુરેખાબેનને કહ્યું હતું કે હુ કામથી જાઉ છુ. મોડુ થાય તો મને ફોન ના કરતી. જે બાદ ઘરેથી હસમુખભાઇ ચૌહાણ કોઇ કામ અર્થે ગયા હતા. ત્યારબાદ મોડેથી ફોન કરતા તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવ્યો હતો. છેક સવારે ગામની સીમમાંથી ભાટીયાવગાના ખેતરના શેઢા પાસે લોહી લુહાણ હાલત મા હસમુખ ચૌહાણની લાશ મળી આવી હતી.લાશ ને જોતા માથાના પાછળ ના ભાગે, માથામા વચ્ચે અને જમણી આંખ પર ધારદાર ભારે હથિયારથી અજાણ્યા હત્યારાઓએ નિર્દયતાપુર્વક ઘા માર્યા હતા.






