મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડભોઈમાં હિટ એન્ડ રન સહિત બે ગંભીર અકસ્માત, કુલ 2ના મોત

વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાની તરસાણા ચોકડી પાસે એક ગંભીર અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત થયું છે. વડોદરા તરફ જઈ રહેલો બાઈક

ડભોઈમાં હિટ એન્ડ રન સહિત બે ગંભીર અકસ્માત, કુલ 2ના મોત

વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાની તરસાણા ચોકડી પાસે એક ગંભીર અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત થયું છે. વડોદરા તરફ જઈ રહેલો બાઈક ચાલક રેલિંગ સાથે અથડાતા બની હતી અકસ્માતની ઘટના. મૃત્યુ પામનાર બાઈક ચાલક 42 વર્ષીય ભેરુસિંગ સુવરીયા મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાનો રહેવાસી હતો. ડભોઇ પોલીસે બાઈક ચાલકના મૃતદેહને હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 હિટ એન્ડ રનની ઘટનામાં ડભોઈના યુવકનું મોત

ડભોઇમાં અન્ય એક હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની હતી. એક અજાણ્યા વાહને એકટીવાને  ટક્કર મારતા ચાલક યુવાનનું મોત થયું હતું. અકસ્માત આદરીને અજાણ્યો વાહન ચાલક છૂમંતર થઈ ગયો હતો.

આ પણ વાંચો : વડોદરામાં ખેતરના મજુરીકામે ગયેલી યુવતીનું કવચ નદી કિનારે રહસ્યમયી મોત

ડભોઇ તાલુકાના વડજ ગામનો રહેવાસી મહંત નિસર્ગ વિપુલભાઈ સાધુ એકટીવા લઈને સીમંત પ્રસંગમાં જઈ રહ્યો હતો જ્યાં ડભોઇ તિલકવાડા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસે આ હીટ એન્ડ રનની ઘટના બની હતી અને તેમાં યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને આ બાબતે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો