Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : A young woman in Vadodara died mysteriously

વડોદરામાં ખેતરના મજુરીકામે ગયેલી યુવતીનું કવચ નદી કિનારે રહસ્યમયી મોત

Timeછેલ્લું અપડેટ : 09 Dec 2024
લાઇવ ટીવીGoogle News
વડોદરામાં ખેતરના મજુરીકામે ગયેલી યુવતીનું કવચ નદી કિનારે રહસ્યમયી મોત

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં પાંડુ મેવાસ પાસેના ઘાટા ગામની 22 વર્ષીય યુવતીનો મુતદ્દેહ પોતાના ઘરની નજીકથી પસાર થતી કવચ નદીના પાણીના થોડા વહેણમાંથી ઊંધો પડેલો મળી આવ્યો હતો. ડેસર તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતના પેટાપુરા ઘાટા ગામે રહેતા દશરથભાઈ સનાભાઇ જાદવની ત્રીજા નંબરની દીકરી કાજલબેન પોતાની માતા સાથે ચોતરીયા ગામે ખેતરમાં મજૂરી કામે સવારે ગઈ હતી.

App Store

પરિવારના તમામ સભ્યો અલગ અલગ ગામે ખેડૂતોના ખેતરોમાં મજૂરી કરવા અર્થે ગયા હતા. બપોરે 12:00 વાગ્યાના અરસામાં ચોતરીયા ખાતે મજૂરી કામ કરી માતા અને દીકરી કાજલ ઘરે આવ્યા હતા તે વખતે માતા મીનાબેનને દીકરી કાજલે જણાવ્યું કે તમે આપણી ભેંસોને પાણી પીવડાવો હું નજીકની કવચ નદી કિનારે ઝાડી જાખરાઓમાં કુદરતી હાજતે જઈને આવું છું. એક કલાક જેટલો સમય ગાળો પસાર થયો હોવા છતાં પોતાની 22 વર્ષીય અપરણીત દીકરી ઘરે પરત નહીં આવતા માતા મીનાબેન નદી કિનારે તેની તપાસ કરવા અર્થે નીકળ્યા હતા.

આ પણ વાંચો : એમ્બ્ચુલન્સના પૈસા નહતા, ભાઇના શબને ટેક્સી પર બાંધીને 195KM દૂર લઇ જવા મજબૂર થઇ બહેન

નદી કિનારે પહોંચ્યા ત્યારે તેઓએ પોતાની વહાલ સોઈ દીકરી ને કવચ નદીના પાણીમાં ઊંઘી પડેલી જોઈ ત્યારે તેઓના હોશ ઉડી ગયા હતા. તેને બહાર કાઢી અને બુમા બુમ કરતા તેઓના જેઠ અને દેરાણી સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અન્ય ખેતરોમાં મજૂરી અર્થે ગયેલા પિતા અને બંને ભાઈઓ પણ દોડી આવ્યા હતા પિતા દશરથભાઈ જાદવે લીંબડી સરપંચના પતિ દેવાભાઈ બારીયાને ઘટનાની જાણ કરતા તેઓ પણ આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

ડેસર પોલીસ મથકે માતા મીનાબેન જાદવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી દીકરીના મુતદ્દેહ ઉપર અવનવા નિશાન જેમાં ડાબા ગાલ પાસે આંખની નીચે અને દાઢીના ભાગે છોલાયેલું હતું માથામાં કોઈ ઈજાના નિશાન ન હતા પરંતુ બે અઢી વર્ષ પહેલા પાંડુ ગામના શાબીર સિકંદર નામના મુસ્લિમ યુવક સાથે ભાગી ગઈ હતી અને પરિવારની સમજાવટ બાદ ઘરે પરત ફરી હતી તેથી માતા તથા પરિવારે ‌ શંકા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : ભારતીય વિદ્યાર્થીના ઘરમાં ઘુસી ગોળી મારીને હત્યા, CCTVમાં કેદ થયું કેનેડાનું ગુંડારાજ

ડેસર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાજલ જાદવના મૃતદેહને ડેસર સરકારી દવાખાને પીએમ અર્થે મોકલી કાયદેસરની તપાસ હાથ ધરી છે. જો કે આ હત્યા છે કે આત્મહત્યા તે પીએમ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે પરંતુ હાલ તો પરિવારે જેની ઉપર શંકા વ્યક્ત કરી છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.