Kutch/ 150 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા યુવકને 9 કલાકે બહાર કઢાયો, પરંતુ જીવ બચાવી ન શકાયો
Kutch News: ભુજના કુકમા ગામ નજીક ગોપાલભાઈ નામના ખેડૂતની વાડીમાં ખુલ્લા બોરમાં પડી જતા

Kutch News: ભુજના કુકમા ગામ નજીક ગોપાલભાઈ નામના ખેડૂતની વાડીમાં ખુલ્લા બોરમાં પડી જતાં યુવકનું મોત નિપજ્યું છે. શ્રમિકે પારિવારિક ઝઘડા બાદ જમીનથી 3 ફૂટ ઊંચા બોરમાં કૂદકો મારી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી. મોડી રાત્રે 3:30 વાગ્યા સુધી ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. જોકે, યુવકે આપઘાત કર્યો કે પછી અકસ્માતે પડ્યો તે અંગેનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.
યુવકને બહાર કાઢવા માટેના પ્રયાસો
શનિવારે (6 ડિસેમ્બર) યુવકનું બોરમાં પડી જવાની ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વાડી આસપાસ અન્ય શ્રમિકો ભેગા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી શ્રમિકને બહાર કાઢવાની જહેમત હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે. જોકે, યુવકને જીવતો બહાર કાઢી શકાયો નહીં. રાતના લગભગ 3:30 વાગ્યા સુધી બચાવ કામગીરી શરૂ હતી. પરંતુ, જ્યાં સુધી યુવકને બહાર કાઢવામાં આવ્યો ત્યાં સુધીમાં તેણે જીવ ગુમાવી દીધો હતો.
બોરમાં 150 ફૂટ નીચે ફસાયો છે પરપ્રાંતીય શ્રમિક
ભુજ ફાયર ટીમ દ્વારા આધુનિક સાધન સામગ્રીથી 150 ફૂટ નીચે ફસાયો હતો. ભુજ પ્રાંત, મામલતદાર, 108 અને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ભુજ પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ, પ્રાથમિક પૂછપરછમાં ગૃહ કંકાસમાં યુવક બોરમાં કૂદી ગયો હોય તેવું જણાવા મળ્યું છે, જો કે, હકીકત પોલીસ તપાસ બાદ જાણી શકશે.








