મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kutch news: શ્રમિક ખુલ્લા બોરવેલમાં ખાબક્યો, ફાયર બ્રિગેડ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન કર્યું શરૂ

ગામની સીમ કે વાડીમાં ખુલ્લો બોર અનેક લોકો માટે મોતના કૂવા બની સમાન બની ગયો છે. એવી

Kutch news: શ્રમિક ખુલ્લા બોરવેલમાં ખાબક્યો, ફાયર બ્રિગેડ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન કર્યું શરૂ

ગામની સીમ કે વાડીમાં ખુલ્લો બોર અનેક લોકો માટે મોતના કૂવા બની સમાન બની ગયો છે. એવી જ એક ઘટના ભુજમાં ઘટી છે. કુકમા ગામ નજીક ગોપાલભાઈ નામના ખેડૂતની વાડીમાં ચાલતા રોજિંદા કામ માટે મજૂર જઈ રહ્યો હતો. અચાનક જ ખુલ્લા બોરમાં પડી જતાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. 

ઝારખંડનો મજૂર અકસ્માતે બોરમાં પડી જતાં દોડધામ 

પ્રાથમિક માહિતી અનુસાર ઝારખંડના યુવાન મજૂરે ખુલ્લો બોર આવતા સંતુલન ગુમાવ્યું હતું અને નીચે ખાબક્યો હતો, આસપાસ હાજર અન્ય મજૂરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વાડી આસપાસ અન્ય મજૂરો ભેગા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી મજૂરને બહાર કાઢવાની જહેમત હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે. સાથે કેવી રીતે અને કોની બેદરકારીથી આ બનાવ બન્યો તે અંગે પણ તપાસ આદરી છે. 

બોરમાં પડેલા મજૂરની હાલત કેવી છે તે જાણવાનો પ્રયાસ

ખુલ્લા બોરની અંદર પડેલા મજૂરની હાલત કેવી છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. મજૂર સુરક્ષિત રીતે બહાર નીકળે તે માટે પંથકના લોકો પ્રાર્થના કરી રહ્યા છે.  ઘટના બાદ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ખુલ્લા બોરના મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. લાપરવાહીને કારણે આવા કિસ્સા બનતા રહેતા હોવાથી સ્થાનિકો દ્વારા બોર કૂવાઓને ઢાંકી રાખવા અથવા તેની આજુબાજુ યોગ્ય સુરક્ષા રાખવા માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો