Kutch news: તળાવમાં ડૂબી જવાથી બે બાળકીના કરૂણ મોત, ભારે જહેમત બાદ મળ્યા મૃતદેહ
કચ્છમાં રાપર તાલુકાના જાટાવાડા ગામે તળાવમાં ડૂબી જતાં બે બાળકીના કર

કચ્છમાં રાપર તાલુકાના જાટાવાડા ગામે તળાવમાં ડૂબી જતાં બે બાળકીના કરૂણ મોત પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ભારે જહેમત બાદ બાળકીના મૃતદેહ મળી આવ્યા હતા. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
ભારે જહેમત બાદ બાળકીના મૃતદેહ મળ્યા
કચ્છમાં રાપર તાલુકાના જાટાવાડા ગામે તળાવમાં ડૂબી જતાં બે બાળકીના કરૂણ મોત થયા છે. જાટાવાડા ગામની દયા અને આરતીનું મોત થયું છે. રાપર અને ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. કેમેરાની મદદથી તળાવમાં સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ બાળકીના મૃતદેહ મળી આવ્યા હતા. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જોકે આ દુર્ઘટનાથી ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુર્ઘટનાથી વાગડ વિસ્તારમા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.




