મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રસ્તામાં ઉભેલો યુવક અચાનક ટ્રકના પાછલા વ્હિલમાં કચડાયો, આપઘાત કે અકસ્માત ?

સુરતમના ડિંડોલી વિસ્તારમાં રહેતો 18 વર્ષીય યુવક રોડ પર ઉભો હતો. તે દરમિયાન એક ટ્રક પસા

સુરતમાં રસ્તામાં ઉભેલો યુવક અચાનક ટ્રકના પાછલા વ્હિલમાં કચડાયો, આપઘાત કે અકસ્માત ?

સુરતમના ડિંડોલી વિસ્તારમાં રહેતો 18 વર્ષીય યુવક રોડ પર ઉભો હતો. તે દરમિયાન એક ટ્રક પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક જ યુવક ટ્રક નીચે કચડાઈને મોતને ભેટ્યો હતો. ત્યારે આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. હાલ આ ઘટના અકસ્માત છે કે આપઘાત તેને લઈને રહસ્ય સર્જાયું છે. 

ટ્રક નીચે કચડાઈને મોત

મૂળ ઓડિશા અને નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલી પ્રિયંકા સોસાયટીમાં 18 વર્ષીય ઉત્તમ ભગવાન ભૂઇયા પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પિતા, માતા, ભાઈ અને એક બહેન છે. કરિયાણાની દુકાન પિતા સાથે ઉત્તમ રહીને ચલાવતો હતો. ઉત્તમ કરિયાણાની દુકાનમાં મદદ રૂપ થતો હતો. ગત રોજ તેણે પોતાનું ઈલેક્ટ્રીક મોપેડ સર્વિસ માટે ઉધના વિસ્તારમાં આપ્યું હતું. ઉત્તમ 3:00 વાગ્યા આસપાસ સર્વિસમાં મૂકેલું ઇલેક્ટ્રીક મોપેડ લેવા માટે ગયો હતો. ઉધના રોડ નંબર ત્રણ પર આવેલા શનિદેવ મંદિર પાસે તે રોડ પર ઉભો રહ્યો હતો. જો કે, મોપેડ રોડની સાઈડ મૂકી સામેની સાઈડ ગયો હતો. ત્યારબાદ ટ્રક નીચે કચડાઈને મોતને ભેટવાની ઘટના બની હતી.

તપાસ પણ હાથ ધરાઈ

ઉધના પોલીસને જાણ કરવામાં આવતા હૃદયને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આ સાથે જ ઘટના સ્થળે જઈને તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન આ આખી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં રોડ પર ઉભેલો ઉત્તમ નજરે પડે છે. ત્યારબાદ એક ટ્રક પસાર થઈ રહી હોય છે તે દરમિયાન જ ઉત્તમ પડી જાય છે અથવા તો પોતે જ કૂદે છે તે અંગે રહસ્ય સર્જાયું છે. જોકે હાલ તો પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો