મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પિતાની ઉંમરના યુવકે 9 વર્ષની બાળકીને વિમલ લેવાના બહાને બીભત્સ વીડિયો બતાવી કરી છેડતી

સુરતમાં માસૂમ બાળકો સાથે અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યાં ત્યારે ડિંડોલી વિ

સુરતમાં પિતાની ઉંમરના યુવકે 9 વર્ષની બાળકીને વિમલ લેવાના બહાને બીભત્સ વીડિયો બતાવી કરી છેડતી

સુરતમાં માસૂમ બાળકો સાથે અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યાં ત્યારે ડિંડોલી વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે છેડતી કરવામાં આવી હતી. પિતાની ઉંમરના હવસખોર યુવકે બાળકીને વિમલ લેવા જવાના બહાને ઘરમાં બોલાવી હતી. બાદમાં તેનો હાથ પકડી પાસે બેસાડી મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવીને છેડતી કરી હતી.

દીકરીએ ઘરે વાત કરી

યુવકની વિકૃત હરકથી બાળકી ગભરાઈને ભાગી હતી. જેથી યુવકે તેનો હાથ પકડી જો તું કોઈને આ વાત કહીશ તો તને મારીશ તેમ કહીને છેડતી કરી હતી. જેથી, આખરે ભોગ બનનાર બાળકીએ ઘરે પહોંચી તેની માતાને સઘળી હકીકત જણાવી હતી. જેથી, તેની માતાએ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

આરોપીનો મોબાઈલ એફએસએલમાં મોકલાયો

34 વર્ષીય જગદીશભાઈ નાથુભાઈ પાતુરકારે 9 વર્ષની માસૂમ બાળકી પર દાનત બગાડી હતી. છેડતીમાં આરોપીએ દીકરી પાસે પાન-મસાલો મંગાવ્યો હતો. દીકરી વિમલ લઈને ત્યાં આવી ત્યારે આરોપીએ પોતાના મોબાઈલમાં રહેલી બીભત્સ વીડિયો બતાવવાની કોશિશ કરી હતી અને છેડતી કરી હતી. જેથી દીકરી ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી ભાગી સીધી ઘરે આવી ગઈ હતી. પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીનો મોબાઈલ પણ કબજે લઇ FSLમાં મોકલ્યો છે. હાલ પોલીસે આરોપી સામે પોક્સોની કલમો ઉમેરી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો