KUTCH / માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ દરમિયાન પટકાતા એક યુવકનું મોત
Kutch News : દીવ સહિત ગુજરાતના શિવરાજપુર અને માંડવીના બીચ પર પેરાગ્લાઇડિંગ અને સ્પીડ બોટ જેવી

Kutch News : દીવ સહિત ગુજરાતના શિવરાજપુર અને માંડવીના બીચ પર પેરાગ્લાઇડિંગ અને સ્પીડ બોટ જેવી અનેક પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલે છે. ઘણી વખત પેરાગ્લાઇડિંગ કરતા લોકો નીચે પટકાયાના પણ બનાવો બન્યા છે. આવો જ એક બનાવ કચ્છના માંડવી બીચ પર બન્યો છે.
ઝારખંડના યુવકનું મોત
માંડવીના દરિયા કિનારે પેરાગ્લાઇડિંગ કરતા સમયે હવામાંથી પટકાતા ઝારખંડના યુવકનું મોત નીપજ્યું છે. આ અંગે માંડવી પોલીસે સ્ટેશન પર ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ માંડવી બીચ ઉપર પરવાનગી વગર ચાલતા નાની-મોટી રાઈડ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.
શિવરાજપુર અને દીવમાં પણ આવી ઘટના ઘટી હતી
આ અગાઉ શિવરાજપુર અને દીવમાં પણ પેરાગ્લાઇડિંગ કરતા સમયે લોકો પટકાયા હોવાની ઘટના ઘટી ચુકી છે. ગયા વર્ષે શિવરાજપુર બીચ ખાતે એક યુવાન પેરાગ્લાઇડિંગ કરતા પટકાયો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો, જેનો વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.








