મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે યુવકનું મોત, કમરના ભાગેથી થઈ ગયા શરીરના બે કટકાં

સુરતના રસ્તાઓ પર જે રીતે અકસ્માતો વધી રહ્યા છે. તે રીતે ટ્રેન અડફેટે આવી જવાના બનાવોમાં પણ વધ

સુરતમાં રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે યુવકનું મોત, કમરના ભાગેથી થઈ ગયા શરીરના બે કટકાં

સુરતના રસ્તાઓ પર જે રીતે અકસ્માતો વધી રહ્યા છે. તે રીતે ટ્રેન અડફેટે આવી જવાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાંથી પસાર થતાં રેલવે ટ્રેક પર એક અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી ગયો હતો. જેથી તેના શરીરના બે કટકાં કમરના ભાગેથી થઈ ગયા હતાં. અરેરાટીભર્યા બનાવને પગલે લોકોની સાથે પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

આપઘાત કર્યાની આશંકા

ડિંડોલી રેલવે ટ્રેકની આસપાસની વસાહતોમાંથી લોકો આવી જતાં હોય છે. આવા સંજોગોમાં ટ્રેનના ડ્રાઈવર ટ્રેન ધીમી પાડતાં હોય છે. તેમ છતાં અકસ્માત સર્જાઈ જતાં હોય છે. ત્યારે આ યુવકે અડફેટે આવ્યો કે આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે, જે રીતે કમરથી કટકાં થયા છે તે જોતા આપઘાત કર્યો હોય તે વાત નકારી શકાય નહી.

નાટક દ્વારા જાગૃતિનો પ્રયાસ

રેલવે ટ્રેક પર વધતા જતાં અકસ્માતોને રોકવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં લોકો રેલવે ટ્રેક પર અવરજવર ન કરે તે માટે યમરાજ રસ્તા પર લોકોને સમજાવતા નીકળે છે. આ અભિયાન ચાલી રહ્યું હોવા છતાં લોકો બેદરકારી કે ઉતાવળમાં શોર્ટ કટ અપનાવવા જતાં અકસ્માતનો ભોગ બને છે. 

આ સમાચાર શેર કરો