મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના વિયર કમ કોઝ વેમાં ઝંપલાવી યુવકે જિંદગી ટૂંકાવી, પરિવારમાં શોકનો માહોલ

સુરતમાં રોજના ચારથી પાંચ આપઘાતના બનાવો બની રહ્યાં છે. અકાળે લોકો પોતાનું અમૂલ્ય જીવન ટૂં

સુરતના વિયર કમ કોઝ વેમાં ઝંપલાવી યુવકે જિંદગી ટૂંકાવી, પરિવારમાં શોકનો માહોલ

સુરતમાં રોજના ચારથી પાંચ આપઘાતના બનાવો બની રહ્યાં છે. અકાળે લોકો પોતાનું અમૂલ્ય જીવન ટૂંકાવી રહ્યાં છે. જેમાં વધુ એક યુવકે વિયર કમ કોઝ વે ખાતે તાપી નદીમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. યુવકના મોતની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ કાલફો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તાપી નદીમાંથી મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે તપાસ આદરી

વિયર કમ કોઝવે ખાતે તાપી નદીમાં દિનેશ નામના યુવકે ઝંપલાવી યુવકે મોતને વહાલું કર્યું હતું. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી મૃતકની ડેડ બોડીને નદીમાંથી બહાર  કાઢવામાં આવી હતી. સ્થાનિક ચોક બજાર પોલીસ પણ  ઘટના સ્થળે પહોંચી બોડીની પોસ્ટ મોર્ટમની તજવીજ હાથ ધરી હતી. 

આપઘાતનું કારણ અકબંધ

યુવકના મોતને લઈને પરિવારના સભ્યો પણ તાપી નદીના કાંઠે દોડી આવ્યાં હતાં. જેમણે તાપી નદીના કિનારે જ રોકકળ કરી મૂકી હતી. યુવકના મોતને લઈને ભારે શોક ફેલાયો છે. ત્યારે આખરે કયા કારણોસર યુવકે આત્મહત્યા કરી તેની પોલીસ તપાસ બાદ સાચી હકીકત સામે આવશે.

આ સમાચાર શેર કરો