રાજકોટ: 'હું જુગારની લત ના છોડી શક્યો', ઓનલાઇન ગેમિંગ એપમાં મોટી રકમ હારતા યુવાનનો આપઘાત
ઓનલાઈન ગેમિંગ, જુગારનું દૂષણ દિવસે ને દિવસે ફેલાઈ રહ્યું છે. કેટલાય યુવા

ઓનલાઈન ગેમિંગ, જુગારનું દૂષણ દિવસે ને દિવસે ફેલાઈ રહ્યું છે. કેટલાય યુવાનો જુગાર, કસિનો અને જુગારમાં મોટી રકમ ઈન્વેસ્ટ કરીને ફસાઈ જતા હોય છે, ઘણી વખત રકમ હારી પણ જતા હોય છે. રાજકોટમાં ઓનલાઇન ગેમિંગમાં પૈસા હારીને યુવાનના આપઘાતના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.જેમાં સામે આવ્યુ કે મૃતક યુવાને BBAમાં ફી ભરવા માટે પૈસા ભેગા કર્યા હતા, પરંતુ ઓનલાઈન ગેમિંગમાં 50 હજાર હારી ગયો હતો.
યુવાનના પિતાએ અપીલ કરતા કહ્યું તમારા બાળકો ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં ન ફસાય
યુવાનના પિતાએ અપીલ કરતા કહ્યું કે તમામ લોકોને હું અપીલ કરું છે તમારા બાળકો ઓન લાઇન ગેમ ન રમે તેનુ ધ્યાન રાખો. દીકરાનું સ્વપ્ન હતું કે તે બેન્કમાં અથવા તો રેલ્વેમાં નોકરી કરે, તે તેના માટે તૈયારી પણ કરી રહ્યો હતો. જોકે ઓનલાઈન ગેમિંગના કારણે મે મારો દીકરો ખોઈ નાખ્યો છે, એ એટલો હોશિયાર હતો કે તે મારી નાની દીકરી એટલે કે તેની બહેનને પણ ભણાવતો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: LCBએ ઝડપેલો 'ગગો' કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી રફુચક્કર, 'રોકી' રિક્ષાવાળાથી ચેતજો!
20 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો
મહત્ત્વનું છેકે રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતા ક્રિષ્ના રમાકાંત પંડિત નામના 20 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાને દિવાલ પર મોબાઈલ નંબર અને પાસવર્ડ લખીને રાખ્યો હતો, જેમાં સુસાઈડ નોટ લખેલી હતી.
મૃતકની સુસાઈડ નોટ
હું આપઘાત કરી રહ્યો છું, કારણ કે મેં બધા જ પૈસા ઓનલાઇન ગેમિંગ એપમાં આવતી સ્ટેક નામના જુગારમા ગુમાવી દીધા છે તેમજ અંતિમ પળોમાં પોતાનાં માતા-પિતાને માફી માગતાં તેણે લખ્યું છે કે સ્ટેક જેવી બેટિંગ સાઇટ પર તેણે બધું જ ગુમાવી દીધું છે તેમજ જીવન જીવવા માટેની આશા પણ ગુમાવી દીધી છે. મારા આ નિર્ણય માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર નથી. તેનો જવાબદાર માત્ર ને માત્ર હું જ છું. જુગારનું વ્યસન વ્યક્તિને અંદરથી ખાલી કરી દે છે. આ જુગારમાંથી છોડાવવા મિત્રો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ હું જુગારની લત છોડી શકયો નહિ અને આ વ્યસન મને ચરમસીમાએ લઇ ગયું હતું તેમજ બહેનનો ફોન સમયાંતરે ચેક કરતા રહેજો. તેનું ધ્યાન રાખજો. તે કોઇ ખોટું પગલું ન ભરે.
ઑનલાઇન ગેમિંગ એપમાં રૂપિયા હારી જતા આત્મહત્યા કરી
રાજકોટમાં ઓનલાઇન ગેમિંગ એપમાં રૂપિયા હારી જતા યુવકના આપઘાતનો મામલે પોલીસનું નિવેદન સામે આવ્યુ છે. જેમાં એસીપી રાધિકા ભારાઈએ નિવેદન આપતા જણાવ્યુ કે ક્રિષ્ના પંડિત નામના યુવાને ઑનલાઇન ગેમિંગ એપમાં રૂપિયા હારી જતા પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. જે બાદ ગાંધીગ્રામ પોલીસ દ્વારા મૃતકનો ફોન કબજે કર્યો છે અને પરીક્ષણ અર્થે મોબાઈલ ફોન FSl માં મોકલવામાં આવશે.








