મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara/ કાતિલ ઠંડીનો કહેર, સંગમ ચાર રસ્તા પાસે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવીનું મોત

રાજ્યમાં પડી રહેલી ભીષણ ઠંડી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. વડોદરા શહેરમાં ઠંડીના કારણે એક શ

Vadodara/ કાતિલ ઠંડીનો કહેર, સંગમ ચાર રસ્તા પાસે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવીનું મોત

રાજ્યમાં પડી રહેલી ભીષણ ઠંડી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. વડોદરા શહેરમાં ઠંડીના કારણે એક શ્રમજીવીનું મોત નીપજ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. સંગમ ચાર રસ્તા પાસે ફૂટપાથ પર રાત વિતાવતા એક અજાણ્યા શ્રમજીવીનો ઠંડીએ ભોગ લીધો છે.

ફૂટપાથ પર જ તોડ્યો દમ

મળતી માહિતી મુજબ, વડોદરાના સંગમ ચાર રસ્તા વિસ્તારમાં ફૂટપાથ પર રાત્રિ દરમિયાન એક શ્રમજીવી સૂતો હતો. વહેલી સવારે તે શંકાસ્પદ હાલતમાં મળી આવતા સ્થાનિકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કાતિલ ઠંડીના કારણે શ્રમજીવીનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પોલીસ અને હોસ્પિટલની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ મારફતે શ્રમજીવીના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. શ્રમજીવીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ (PM) કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મોત ઠંડીના કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર.

આ સમાચાર શેર કરો