Vadodara news: પૂર્વ કાઉન્સિલરે ભાજપના કોર્પોરેટરનો ઉધડો લીધો, કામો થતા ન હોવાનો કર્યો આક્ષેપ
વડોદરા મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરને લપડાક સમાન કિસ્સો બન્યો છે. પ્રતાપનગરમાં પૂર્વ કાઉન્સિલર સ

વડોદરા મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરને લપડાક સમાન કિસ્સો બન્યો છે. પ્રતાપનગરમાં પૂર્વ કાઉન્સિલર સાવિત્રીબેન શર્માએ જ ભાજપના કોર્પોરેટરનો ઉધડો લઈ લીધો છે. પ્રતાપનગરમાં ખદબદતી ગંદકી સહિતના કામો થતા ન હોવાથી પૂર્વ કાઉન્સિલર વિકાસની વાતો કરવા આવેલા ભાજપના કોર્પોરેટર પર ગુસ્સે ભરાયા હતા. અટલ બિહારી બાજપાઈની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ દરમિયાન ભાજપાના નેતાઓ સામે બળાપો ઠાલવ્યો હતો અને કહ્યું કે અહીં માત્ર ભથ્થુભાઈ જ આવે છે.પરંતુ હાલના કોર્પોરેટર સ્નેહલબેન પટેલ કે ઘનશ્યામભાઈ ક્યારેય દેખાતા નથી. આ વિસ્તારમાં ગંદકીને લઈ લોકો સ્થાનિક નેતાગીરીથી નારાજ છે.




