મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ડબલ એસી ડોમમાં વર્લ્ડ બિગેસ્ટ નવરાત્રી, બે લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં ગરબે ઘુમશે ખેલૈયા

સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં બે એસી

સુરતમાં ડબલ એસી ડોમમાં વર્લ્ડ બિગેસ્ટ નવરાત્રી, બે લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં ગરબે ઘુમશે ખેલૈયા

સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં બે એસી ડોમમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જી નાઈન એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડીયાએ આયોજન અંગે માહિતી આપતા કહ્યું કે, આ વર્ષે કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર, દિવ્ય કુમાર બોલીવુડ સિંગર, પ્રિયંકા વૈદ, ચૈતાલી છાયા, વિશ્વા શાહ, શ્વેતા વિરાસ, કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યું છે.

ફાયરપ્રૂફ ડોમ

આયોજન દરમિયાન આઈસીયુ ઓન વિલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈપણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે.તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર ત્યાં હાજર જ રહેશે.વર્લ્ડ બીગેસ્ટ અને બેટર નવરાત્રી માટે બે સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે. આ ડોમ સ્વયમ ફાયર પ્રૂફ છે અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, ઈલેક્ટ્રીફાઈંગ લાઇટિંગ, ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઇન્ટની સુવિધા છે.

પાર્કિંગની પૂરતી સુવિધા

ખેલૈયાઓ માટે ફ્લોરિંગમાં આરસીસી સાથે લાઈન એલાઈમેન્ટ સેટ કરવામાં આવી છે તેમ જ વેલે પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે.તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટ ની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે.નવરાત્રી દરમ્યાન દરરોજ 30 થી 35,000 માણસો ભેગા થશે અને ગરબા રમી શકશે તે માટે બે વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો