મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સંગઠનના કાર્યકરો લોક સેવાના કામ કરે, મારી પાસે દરેક રોગની દવા છે-નવસારીમાં પાટિલે લોકોને ટપાર્યા

નવસારી સાંસદ અને જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સ્ટેજ ઉપરથી એક કાંકરે અનેક પક્ષી મારવા માટે જાણીતા છે

સંગઠનના કાર્યકરો લોક સેવાના કામ કરે, મારી પાસે દરેક રોગની દવા છે-નવસારીમાં પાટિલે લોકોને ટપાર્યા

નવસારી સાંસદ અને જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સ્ટેજ ઉપરથી એક કાંકરે અનેક પક્ષી મારવા માટે જાણીતા છે, સ્ટેજ પરથી ભાષણ દરમિયાન તેઓ સંગઠનનો કાર્યકર હોય કે વહીવટી અધિકારીઓ હોય તેમને લોક પ્રશ્નોને હલ કરવા માટે પોતાની અદામાં ટપાર્યા છે. સી.આર પટેલ સ્ટેજ પરથી અધિકારીઓ અને સંગઠનના સભ્યોને લોક સેવાના કામ કરવા પોતાના અંદાજમાં એક કાંકરે અને પક્ષી માર્યા કહ્યું મારી પાસે દરેક રોગની દવા છે કશે કામ અટકે તો મને કહેજો.

આ પણ વાંચોઃ સુરતમાં જર્જરિત એપાર્ટમેન્ટનો ભાગ થયો ધરાશાયી, 9 વર્ષથી પાલિકા નક્કર પગલાંને બદલે આપતી નોટિસ

શતાબ્દી મહોત્સવમાં ભાષણ

નવસારી શહેરને અડીને આવેલા મરોલીની  શાસ્ત્રી એમ. કે. આર.વશી હાઇસ્કૂલનો શતાબ્દી મહોત્સવનો કાર્યક્રમ હતો, જેમાં વહેલી સવારે સી આર પટેલ સંગઠનના આગેવાનો સાથે હાજર રહ્યા હતા. શતાબ્દી મહોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, મોટીવેશન સ્પીકર જય વસાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટેજ પરથી શું કહ્યું પાટીલે

સ્ટેજ ઉપરથી ભાષણ આપતા સાંસદ સી.આર પાટીલે કહ્યું કે શાળાના શતાબ્દી મહોત્સવમાં મને આમંત્રણ આપવા બદલ આભાર, તેમણે સાથે જ કહ્યું કે અહીંના આગેવાનો સતત કાર્યશીલ છે દિનેશભાઈ પટેલ તો અહીંથી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો જે તમે ચૂંટીને મોકલો છો તે પણ કામ કરતા હોય છે,કોઈ જગ્યાએ કામ અટકે તો હું બેઠો છું,બધા રોગની મારી પાસે દવા છે આપણી પાસે.આપણે બધા મળીને દરેક રોગને નિર્મૂળ કરીએ એવો પ્રયત્ન સાથે મળીને કરવાનો છે.

આ સમાચાર શેર કરો