સુરતમાં પગાર વધારાની માગ સાથે લુમ્સના કારીગરોનું આંદોલન, ઉકળતા ચરુ જેવી સ્થિતિ
સુરતમાં છેલ્લા ચાર દિવસથી ભાવ વધારાની માંગ સાથે બમરોલી વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ સો

સુરતમાં છેલ્લા ચાર દિવસથી ભાવ વધારાની માંગ સાથે બમરોલી વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં કારીગરો આંદોલન કરી રહ્યા છે. કારીગરો કામ ઉપર નહીં આવતા બમરોલીની ભીડભંજન, સોનલ, હરિ ઈચ્છા, બમરોલી, મારુતિ જલારામ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી લુમ્સના કારખાના બંધ છે.
આ પણ વાંચોઃ થાણેના જ્વેલર્સમાં 5.79 કરોડની ચોરી, સોના-ચાંદીના દાગીના પર હાથફેરો કરનારા 5 દબોચાયા
અચાનક કામ બંધ કરી દીધું
શાંતિપૂર્ણ ચાલતા કારીગરોના આંદોલનમાં કારીગરોના ટોળેટોળા સવારે અને સાંજે એકત્રિત થયા બાદ પરત પોતાના ઘર તરફ રવાના થઈ જાય છે. સ્થળ ઉપરથી પ્રાપ્ત માહિતી મુજબ કારીગરો દ્વારા મીટર ઉપરની મંજૂરીના ભાવમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ વધારાની માંગણી સાથે છેલ્લા ત્રણ દિવસ પહેલા કારીગરોએ અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું.
બંધનો ચોથો દિવસ
હાલ આ બમરોલી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કારીગરોએ શાંતિ જાળવી રાખી છે. જોકે આ ભાવ વધારાની માંગણી સાથે કામનો બહિષ્કાર કરનાર કારીગરોની પાછળ કોનો દોરી સંચાર છે. એ હજુ સ્પષ્ટ થયું નથી. અમરોલી વિસ્તારમાં સંખ્યાબંધ લોન્ચના કારખાના આવેલા છે. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પરપ્રાંતીય કામદારો કામ કરી રહ્યા છે. અચાનક ભાવ વધારાની માંગ સાથે તમામ કારખાનાના કારીગરોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. કારખાના બંધ કરાવી દીધા છે. હાલ તો આ વિસ્તારમાં શાંતિ છે. આજે કારખાના બંધનો ચોથો દિવસ છે. ત્યારે કામદારોમાં વધારાની માંગ સાથે ઉકળતા ચરુ જેવો રોષ જોવા મળી રહ્યો છે.








