સુરતમાં ટેમ્પોને બેફામ દોડાવી ચાલકે સર્જ્યો અકસ્માત, મીલના ગેટ પર ઉભેલા કામદારનું મોત
સુરતના નવા બની રહેલા રિંગ રોડ પર કાર ચાલકે સર્જેલા અકસ્માતની શાહી હજુ સૂકાઈ ન

સુરતના નવા બની રહેલા રિંગ રોડ પર કાર ચાલકે સર્જેલા અકસ્માતની શાહી હજુ સૂકાઈ નથી. ત્યાં બેફામ રીતે ટેમ્પો દોડાવી રહેલા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેથી મીલના ગેટ ઉભેલા કામદારને અડફેટે લીધો હતો. જેથી ટેમ્પા નીચે કચડાયેલા કામદારનું મોત નીપજ્યું હતું.
મૃતકના સંબંધીઓને માર પડ્યો
વેડરોડમાં ટેમ્પો ચાલકે કારીગરને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. અતુલ નામનો કારીગર મીલનાં ગેટ પાસે ઉભો હતો. આ જ સમયે પૂર ઝડપે આવી રહેલા ટેમ્પોએ અડફેડે લેતા તેનું મોત નીપજ્યું હતું. સાથી કારીગરો દોડી આવી ટેમ્પો ચાલકને પકડી પાડ્યો હતો. ટેમ્પો ચાલકનાં સાથી મિત્રોએ કારીગરોને માર મારવામાં આવ્યા હોવાના આરોપ કરાયા છે.
ટેમ્પો ચાલક સ્થાનિક
કારીગરોએ ટેમ્પો ચાલકને પકડીને પોલીસના હવાલે કરવાના હતા. જો કે, ટેમ્પો ચાલક સ્થાનિક હોવાથી તેના નજીકમાં રહેતા મિત્રો દોડીને આવી કારીગરોને માર મારવા લાગ્યા હતાં. બાદમાં ચોક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.








