સુરતમાં અંડરગ્રાઉન્ડ ટર્નરમાં શ્રમિકને મળ્યું મોત, વરસતા વરસાદમાં પાણીની મોટર બંધ કરવા જતાં લાગ્યો કરંટ
સુરતમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. આ દરમિય

સુરતમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. આ દરમિયાન નવાગામથી લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ ટર્નરમાં પાણી ભરાયું હતું. જેથી આ પાણીને બહાર કાઢવા માટે મોટર મૂકવામાં આવી હતી. તે મોટર ચાલુ કર્યા બાદ બંધ કરવા જતાં શ્રમિકને કરંટ લાગતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટના સ્થળે જ મોત
નવાગામ-ડીંડોલી વિસ્તારમાં નવાગામથી લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ ટર્નરમા કરંટ લાગતા શ્રમિકનું મોત નીપજ્યું હતું. પાણીની મોટર બંધ કરવા જતા કરંટ લાગ્યો હતો. કરંટ એટલો પ્રચંડ હતો કે, ત્યાં જ તરફડીયા ખાઈને શ્રમિક જમીન પર પટકાઈ ગયો હતો. વરસાદ ચાલુ હોવાથી કરંટ શ્રમિકના શરીરમાં જ રહ્યો હતો. જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
મામલો દબાવવા પ્રયાસ
સ્થાનિકોએ કહ્યું કે, અંડર ગ્રાઉન્ડમાં એકઠાં થયેલા પાણીને ગટરમા જતુ રહે તે માટેની મોટર મૂકવામાં આવી હતી. આ મોટર બંધ કરવા જતા ઘટના સર્જાઈ હતી. લેબર સૂપર વાઇઝર આખી ઘટના દબાવવાનો કરી પ્રયત્ન કરી રહ્યો હતો. જો કે, લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. સાથે જ સમગ્ર ઘટનાના વીડિયો પણ લોકોએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો.








