મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ કાયમી ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ, ભાજપના ઝંડા લગાવી નોંધાવ્યો વિરોધ

નળ, પાણી અને ગટરની સમસ્યાઓના કોઈ ઉકેલ ન આવતાં હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો

સુરત/ કાયમી ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ, ભાજપના ઝંડા લગાવી નોંધાવ્યો વિરોધ

નળ, પાણી અને ગટરની સમસ્યાઓના કોઈ ઉકેલ ન આવતાં હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પુણાગામ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરના પાણી બેક મારી રહ્યાં છે. જેથી સ્થાનિકો કાયમ ઉભરાતી ગટરને લઈને પરેશાન છે. ત્રાહિમામ મહિલાઓ દ્વારા ભાજપના ઝંડાને ગટરના ઢાંકણા પર રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકોએ કહ્યું કે, વિક્રમ નગર સોસાયટી, સંતોષી કૃપા સોસાયટી, નેતલદે પાર્ક સોસાયટી, ચામુંડા નગર સોસાયટી પુણાગામ ખાતે છેલ્લા છ દિવસથી ગટર ઉભરાય છે

પાલિકાને કોણ દંડ આપશે

સ્થાનિકોએ કહ્યું કે, છ દિવસથી સતત ગટરનું પાણી ઉભરાય છે. અમારી સોસાયટીમાં ગટરનું પાણી આવે છે. અમારા ધાબા પર પાણી ભરાય તો પાલિકા દંડ ફટકારે છે. ત્યારે  આવા ગટરના પાણીને લીધે ગટરના પાણી ઉભરાતા બીમારી વકરે તેવો ભય છે. અહિંથી બાળકોને શાળાએ જવા માટે રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. અમે રજૂઆત કરીએ છીએ પરંતુ નક્કર કામગીરી થતી નથી.

ટપાલ કોને લખીએ

મહિલાઓએ કહ્યું કે, છ દિવસથી ગટર ઉભરાતી હોવાથી ઘરના આંગણા સુધી પાણી પહોંચી જાય છે. મેલેરિયા અને ઝાડા ઉલટીના વાવર શરૂ થયા છે. મોદી સાહેબ ટપાલ લખવાનું બહેનોનું કહેતા હતાં. પરંતુ હવે કેમ કોઈ ધ્યાન આપતાં નથી. શું આ અનોખી ભેટ એમના તરફથી મળી છે? કેમ કોઈ અમારા પ્રશ્નનું નિરાકરણ લાવવા દેખાતું નથી.

આ સમાચાર શેર કરો