મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: જશોદાનગર વિસ્તારમાં મહિલાનું આત્મવિલોપનનો મામલો, AMCના બે કર્મચારીઓ સામે નોંધાઈ ફરિયાદ

ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં મહિલાનું આ

Ahmedabad news: જશોદાનગર વિસ્તારમાં મહિલાનું આત્મવિલોપનનો મામલો, AMCના બે કર્મચારીઓ સામે નોંધાઈ ફરિયાદ

ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં મહિલાનું આત્મવિલોપનની ઘટનામાં મોત થતા એએમસીના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઇ છે.

એસ્ટેટ વિભાગના બે કર્મચારીઓ, તેજસ મકવાણા અને હાર્દિક પટેલ, વિરુદ્ધ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મૃતકના પતિ રમેશ કુમાવતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે એએમસીની ટીમે ગુરુવારે દબાણ દૂર કરવા માટે બળજબરીપૂર્વક તેમની દુકાન ખાલી કરાવી હતી, જેના ઘર્ષણ બાદ મહિલાએ આગચંપી કરી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

મહિલાના મોત બાદ પરિવારનો હોબાળો

મળતી માહિતી મુજબ, ગુરૂવારે જશોદાનગર ડિમોલિશનના વિરોધ દરમિયાન મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાને તાત્કાલિક ધોરણે LG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આત્મવિલોપનના પ્રયાસમાં મહિલા ગંભીર રીતે દાઝી હતી. બે દિવસથી મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. પરંતુ શનિવારે (16 ઓગસ્ટ) સવારે મહિલાએ પોતાનો છેલ્લો શ્વાસ લીધો હતો. મહિલાના મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવાર અને સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ સિવાય AMC પર રોષ ઠાલવ્યો હતો. 

શું હતી ઘટના? 

અમદાવાદના જશોદાનગરની જયશ્રી સોસાયટી નજીક એએમસી ટીમ ડિમોલિશન કરવા ગઈ હતી. આ દરમિયાન એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ ઘટના બાદ જશોદાનગરના સ્થાનિકોએ રોષે ભરાઈને એએમસીની ટીમ પર પથ્થરમારો કરીને ગાડીના કાચ તોડ્યા હતાં. આ ઘટના વધારે મોટી ન બને તે માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. જોકે, મહિલાનું મોત થતા સ્થાનિકો વધુ ઉગ્ર બન્યા છે.

આ સમાચાર શેર કરો