Video: અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રીથી AMC તંત્રની પોલ ખૂલી, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં થોડો સમય
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં થોડો સમય વરસેલા વરસાદે તંત્રની પોલ ખોલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. માત્ર આંટો મારવા આવેલા મેઘરાજાએ 100 ફૂટ રીંગ રોડ પર ગુરુકુળ ચાર રસ્તાથી શાસ્ત્રીનગર ચારરસ્તા સુધીના વિસ્તારમાં જળબંબાકરના દૃશ્યો જોવા મળ્યા. AMC તંત્રની પોલ મેટ્રો સ્ટેશનના નીચેના ભાગે ખુલી ગઈ હતી અને વાહનોના ટાયર પાણીમાં ડૂબે તેટલા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.




