મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ : લગ્નની લાલચ આપી છૂટાછેડા લેવડાવ્યા, પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના ઘટી છે, જેમાં આરોપી યુવકે લગ્નની લાલચ આપી પરિણીતાને છૂટાછેડા લેવડાવ્યા અને બાદ

રાજકોટ : લગ્નની લાલચ આપી છૂટાછેડા લેવડાવ્યા, પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના ઘટી છે, જેમાં આરોપી યુવકે લગ્નની લાલચ આપી પરિણીતાને છૂટાછેડા લેવડાવ્યા અને બાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. 

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું અને છૂટાછેડા લેવડાવ્યા

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામ ખાતે રહેતા રાહુલ હુંબલ નામના આરોપીએ રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં રહેતી 34 વર્ષીય પરિણીતાને લગ્નની લાલચ આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે પરિણીતાને તેના પતિ સાથે મનમેળ ન હોવાથી આરોપી યુવકે પીડિતાને છૂટાછેડા પણ લેવડાવ્યા હતા. 

આ પણ વાંચો : આણંદમાં વધુ એક દુષ્કર્મ : વિદ્યાનગરમાં 23 વર્ષીય યુવતી પર અનેકવાર દુષ્કર્મ બાદ 3 માસનો ગર્ભ રહી ગયો

પરિણીતાના છૂટાછેડા બાદ લગ્ન ન કરી ફરી દુષ્કર્મ આચર્યું 

પરિણીતાએ છૂટાછેડા લીધા પછી પણ તેના પ્રેમી રાહુલે તેની  સાથે લગ્ન ન કરીની ફરી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. પીડિતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપી યુવક રાહુલ હુંબલની ધરપકડ કરી છે. 

આ સમાચાર શેર કરો