આણંદમાં વધુ એક દુષ્કર્મ : વિદ્યાનગરમાં 23 વર્ષીય યુવતી પર અનેકવાર દુષ્કર્મ બાદ 3 માસનો ગર્ભ રહી ગયો

Anand News : આણંદ જિલ્લામાં હવે દીકરીઓ-મહિલાઓ સલામત નથી. ઉમેરઠમાં BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ યુવતી પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી. તો આણંદ નાગરપાલિકાના સત્તાપક્ષ ભાજપના કાઉન્સિલર દિલીપ પ્રજાપતિ ઉર્ફે દીપુ પ્રજાપતિએ જ્ઞાતિની જ પરિણીતા સાથે દુષ્કર્મ આચયું હતું. હવે વિદ્યાનગરમાં 23 વર્ષીય યુવતી પર દુષ્કર્મની ઘટના ઘટી છે.
23 વર્ષીય યુવતી પર અનેકવાર દુષ્કર્મ
આણંદમાં એક 23 વર્ષીય યુવતી પર એવરેસ્ટ વિઝા કન્સલ્ટન્સીના માલિકે નશાકારક પીણું પીવડાવી અનેકવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી છે. યુવતીને ત્રણ માસનો ગર્ભ રહી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આરોપી માલિક ભૌમિક મકવાણા સામે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો : આણંદ/ ભાજપના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ લાગતા પાર્ટીમાંથી સસ્પેન્ડ, રહીશોએ ચખાડ્યો હતો મેથીપાક
ભાજપના કાઉન્સિલર દિલીપ પ્રજાપતિએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
આણંદ પાલિકાના સત્તાપક્ષ ભાજપના કાઉન્સિલર દિલીપ પ્રજાપતિ ઉર્ફે દીપુ પ્રજાપતિએ જ્ઞાતિની જ પરિણીતા સાથે દુષ્કર્મ આચયું હતું. પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યાની લોકોને જાણ થતા એકઠા થઈ દીપુ પ્રજાપતિને માર મારીને ઘરમાં પૂરી દીધો હતો. અન્ય ટોળાએ સ્થાનિક રહીશોને માર મારી ધમકી આપી દીપુ પ્રજાપતિને છોડાવી ગયા હતા. આ મામલે પોલીસે ભાજપના કાઉન્સિલર સામે ફરિયાદ નોંધવાનો ઈનકાર કરતા ટોળાએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસે નમતું જોખીને આખરે કાઉન્સિલર દીપુ પ્રજાપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી.
BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારી સામે દુષ્કર્મની ફરિયાદ
આણંદ જિલ્લાના ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ યુવતી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. આ કેસમાં સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં. જેમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ યુવતીએ મંદિરના પૂજારીની સંડોવણી હોવાનું નિવેદન આપ્યું હતું. આ મામલે પોલીસે પૂજારી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે.

