મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારી: પૂરના પાણીમાં ડૂબી જવાથી યુવતીનું મોત, અનેક વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘૂસ્યા

મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર બાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી

નવસારી: પૂરના પાણીમાં ડૂબી જવાથી યુવતીનું મોત, અનેક વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘૂસ્યા

મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર બાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે નવસારી શહેરમાં રમાબેન હોસ્પિટલ પાસે પાણીમાં ડૂબી જવાથી એક યુવતીનું મોત નિપજ્યું છે. 

ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદી ગાંડીતૂર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીના પૂરના કારણે નવસારી શહેરના અનેક વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. રમાબેન હોસ્પિટલ પાસે ભૂમિકા શાહ નામની યુવતીનું પૂરના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું. 

દિવ્યા વસુધારા એપાર્ટમેન્ટના પહેલા માળેથી એનડીઆરએફની ટીમ દ્વારા મૃતદેહ બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘરમાં પહેલા માળ સુધી પાણી ભરાઈ જવાના કારણે યોગ્ય સમયે બહાર ન નીકળી શકતા ડૂબવાથી મોત થયું હોવાની એનડીઆરએફની ટીમને આશંકા છે.

કામધેનુ એપાર્ટમેન્ટ પાસે 50થી વધુ શ્રમિકો ફસાયા

નવસારીમાં પડેલા ભારે વરસતાના કારણે રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલો શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. પૂર્ણા નદીના પાણી ફરી વળતા શાંતાદેવી પાસેના કામધેનુ એપાર્ટમેન્ટ પાસે 50થી વધુ શ્રમિકો ફસાયા. તમામ શ્રમિકો 8 કલાકથી ભૂખ્યા તરસ્યા એપાર્ટમેન્ટ પર બેસીને તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તંત્ર આ શ્રમિકો સુધી મદદ પહોંચાડવામાં નિષ્ફળ નિવડ્યું છે.

આ સમાચાર શેર કરો