મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં 32 કિમીની ઝડપે પવન ફુંકાયો, છતાંય આ કારણે લોકો પરસેવાથી રેબઝેબ

સુરતમાં એક રીતે પ્રિમોનસૂન એક્ટિવીટીની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

સુરતમાં 32 કિમીની ઝડપે પવન ફુંકાયો, છતાંય આ કારણે લોકો પરસેવાથી રેબઝેબ

સુરતમાં એક રીતે પ્રિમોનસૂન એક્ટિવીટીની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલ રાતથી સતત સરેરાશ 20 થી 32 કિમીની ઝડપે પવન ફુંકાય રહ્યો છે. આજે પણ શહેરમાં 32 કિમીની ઝડપે પવનો ફુંકાયો હતો. તેમ છતાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટતું નથી. જેથી લોકોને બફારાનો અનુભવ કરવો પડી રહ્યો છે.

દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ધીમે ધીમે નૈઋત્ય ચોમાસું શરૂ થવા માટેની સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે હજી પણ તાપમાનમાં વધઘટનો સિલસિલો યથાવત છે. આજે મહત્તમ તાપમાન અડધો ડિગ્રી ઘટીને 34.1 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 0.1 ડિગ્રી વધીને 29.5 ડિગ્રી નોંધાયું છે. આ સાથે જ શહેરમાં આજે સરેરાશ 13 કિમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો.

ધુળની ડમરીઓ ઉડી

દિવસભર ઝડપી પવનો ફુંકાતા ધુળની ડમરીઓએ લોકોને પરેશાન કર્યા હતા. મકાનોની અંદર પણ રેતી અને માટીના કણ ઉડીઉડીને આવતા હતા. શહેરમાં આજે પવનની મહત્તમ ઝડપ 32 કિમીની આસપાસ નોંધાઈ હતી. ગઈકાલ રાતથી સતત 20 થી 32 કિમીની ઝડપે પવનો ફુંકાયા છે. આ સાથે જ આગામી દિવસોમાં ચોમાસા માટેનું અનુકુળ વાતાવરણ તૈયાર થશે. ઝડપી પવનો વચ્ચે પણ ભેજનું પ્રમાણ 70 ટકા રહેતા લોકો અકળાયા હતા. ભારે ભેજથી પવનોની વચ્ચે પણ અકળાવે તેવો પરસેવો પડાવ્યો હતો.

આ સમાચાર શેર કરો