સુરતમાં પતિ-પત્ની અને વો ના ચક્કરમાં થઈ હત્યા, પત્નીએ પતિની પ્રેમિકાની હત્યા કરી દરવાજે કર્યુ આવુ..
સુંવાળા ગણાતા લગ્નેતર સંબંધોનો હંમેશા અંજામ ખરાબ જ આવતો હોય છે.જેની પ્રતિતી કરાવતો વધુ એક કિસ્સો

સુંવાળા ગણાતા લગ્નેતર સંબંધોનો હંમેશા અંજામ ખરાબ જ આવતો હોય છે.જેની પ્રતિતી કરાવતો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જ્યાં પત્ની તેના પતિની પ્રેમિકાને સમજાવવા અને મળવા માટે ગઈ હતી. જો કે, બન્ને વચ્ચે વાત વણસતા મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો. પતિની પ્રેમિકાની હત્યા કર્યા બાદ મહિલા તેના મકાનને તાળું મારીને નીકળી હતી. જેથી પોલીસે તાળું તોડતા જ કલાક નીકળઈ ગઈ હતી.
ફોન બંધ આવતો હતો
વેડ રોડ પર હરીઓમ સોસાયટીમાં રહેતાં ભરત જીકાદરાને રવિવારે દસેક વાગ્યાના અરસામાં મયુરભાઈને મળવા આવ્યા હતા. સોસાયટીમાં જ રહેતાં મયુરભાઈએ જણાવ્યું હતું કે, તેમના પાડોશમાં રહેતી તેમની બહેનનાં મકાનમાં અંદરથી લાઈટ ચાલુ છે, પરંતુ બહારથી તાળું માર્યું છે. દરવાજો ખખડાવતા અંદરથી કોઈ જવાબ પણ મળતો નહોતો. ભરતભાઈએ બહેન કૈલાસને ફોન કરતાં તે બંધ આવતો હતો.
સુરતના ઉશ્કેર ગામે દીપડો બન્યો માનવભક્ષી, 7 વર્ષના બાળકને ખેતરમાં ખેંચી જઈ ફાડી ખાધો
15 વર્ષથી હતા અનૈતિક સંબંધ
પોલીસે આ ગુનામાં પાસોદરાની 37 વર્ષીય હર્ષા કાછાની ધરપકડ કરી હતી.મહિલાને ધક્કો મારતાં શેટી સાથે માથું અથડાતા મોત થયાનું આરોપીએ કરેલી કબુલાત કરી હતી. તેના પતિ સાથે કૈલાસબેનને છેલ્લાં 15 વર્ષથી અનૈતિક સબંધ હતા. આ સંબંધને કારણે કૈલાસબેનના છૂટાછેડાં પણ થઈ ગયા હતા. પોતાના પતિ સાથે કૈલાસબેનને સંબંધ હોવાની જાણ થતાં અરસામાં તે તેને વોર્નિંગ આપવા આવી હતી. કૈલાસબેનને ધક્કો મારતાં તેનું માથું શેટી સાથે અથડાતાં તે લોહીલુહાણ થઈ ઢળી પડતાં પોતે દરવાજો બહારથી બંધ કરી ફરાર થઈ ગઈ હતી.








