મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ વિધવા માતા સાથે જતી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી કારીગરે દુષ્કર્મ આચર્યુ, આધેડ રૂમ પાર્ટનરે વીડિયો બનાવ્યો

સુરતના ભાઠેનામાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાની ૧૪ વર્ષીય પુત્રીને ૨૧ વર્ષીય કારીગરે પ્રેમજાળમાં ફસાવી હતી. ક

સુરત/ વિધવા માતા સાથે જતી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી કારીગરે દુષ્કર્મ આચર્યુ, આધેડ રૂમ પાર્ટનરે વીડિયો બનાવ્યો

સુરતના ભાઠેનામાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાની ૧૪ વર્ષીય પુત્રીને ૨૧ વર્ષીય કારીગરે પ્રેમજાળમાં ફસાવી હતી. કારખાને લાવી તરૂણી સાથે દુષ્કર્મ કરી આધેડ રૂમ પાર્ટનર પાસે અશ્લીલ હરકત વિડીયો શૂટ કરાવી લીધી હતી. જોકે આધેડે તરૂણીની માસીને વિડીયો બતાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. પ્રકરણ સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યું હતું. પોલીસે બંને હવસખોરોની ધરપકડ કરી હતી.

મોબાઈલે ભાંડો ફોડ્યો

માન દરવાજા વિસ્તારમાં અને હાલ ભાઠેના વિસ્તારમાં રહેતી વિધવા કાપડના કારખાનામાં રસોઈ બનાવવાનું કામ કરતી વિધવા તેના બે સંતાનો સાથે રહે છે. દસ દિવસ પહેલાં તેની બહેન આવી હતી. તેણે જે કહ્યું હતું તે સાંભળી ધબકારો ચૂકી ગઈ હતી. ભાઠેના ઇન્ડસ્ટ્રીલ વિસ્તારમાં આવેલાં એક કારખાનામાં નોકરી કરતાં ૨૧ વર્ષીય જીતુ રાણા સાથે તેની ૧૪ વર્ષીય સગીર પુત્રીનો અશ્લીલ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો જીતુ રાણાના આધેડ રૂમ પાર્ટનર પપ્પુ ચૌધરીના મોબાઈલ ફોનમાં હોવાનું જણાવ્યું હતું. પપ્પુએ જ આ વીડિયો બનાવીને સગીરાની માસીને બતાવ્યો હતો.મામલો ગંભીર હોય આ યુવતીએ ૧૪ વર્ષીય પુત્રીની પૂછપરછ કરી હતી. તરુણીએ કહ્યું કે, એકાદ વર્ષથી તેને જીતુ રાણાએ પ્રેમમાં ફસાવી હતી. તેને રૂમ ઉપર લઇ જઈ બળાત્કાર કરતો હતો. પોતાની જાણ બહાર જીતુના કહેવાથી તેના રૂમ પાર્ટનરે અશ્લીલ વીડિયો મોબાઇલ ફોનમાં શૂટ કરી લીધો હતો. 

દુષ્કર્મની ફરિયાદ નોધાઈ

પપ્પુ ચૌધરીને આ વીડિયો ડિલીટ કરવા માટે કહેવામાં આવતાં તેણે પોલીસ કેસ કરવામાં આવશે. તો વાયરલ કરવાની ધમકી આપતાં મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. સલાબતપુરા પોલીસે આ બંને હવસખોરો વિરૂદ્ધ બળાત્કાર અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી હતી. તે સાથે જ બન્નેના મોબાઈલ ફોન પણ કબ્જે લેવાયા હતા. તેમણે આ વીડિયો કોઈને વાયરલ કર્યો છે કે, કેમ તેની પણ ઈન્સ્પેક્ટર એસ.એ. શાહે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો