મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'તમે તમારી કામગીરી કેમ યોગ્ય રીતે કરતા નથી', દીપક ઠક્કર કેસમાં કોર્ટે લગાવી ફટકાર

અમદાવાદના માધુપુરામાંથી ઝડપાયેલા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડના મુખ્ય આર

'તમે તમારી કામગીરી કેમ યોગ્ય રીતે કરતા નથી', દીપક ઠક્કર કેસમાં કોર્ટે લગાવી ફટકાર

 અમદાવાદના માધુપુરામાંથી ઝડપાયેલા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડના મુખ્ય આરોપીને દુબઈથી પ્રત્યાર્પણ કરીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આરોપી દીપક ઠક્કરને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. દીપક ઠક્કરના કેસમાં કોર્ટે સ્ટેટ મોનીટરીંગ સેલને ફટકાર લગાવી છે.

માત્ર અમે કહીએ એટલું જ કરવાનું?

આરોપીને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે SMCને આકરી ફટકાર લગાવતાં કહ્યું કે રિમાન્ડ દરમ્યાન શું કાર્યવાહી કરવામાં આવી હતી? શા માટે SMC કોર્ટમાં કેસ ડાયરી નથી લાવ્યા.

તમે તમારી કામગીરી કેમ યોગ્ય રીતે નથી કરતા

કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે માત્ર અમે કહીએ એટલું જ કરવાનું?, તમે તમારી કામગીરી કેમ યોગ્ય રીતે નથી કરતા? આરોપી દીપક ઠક્કરના SMCએ વધુ રિમાન્ડ ન મંગાતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો