મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આ બે નેતાઓની જીદના કારણે ભાજપે બનાસકાંઠા બેઠક ગુમાવી, ગેનીબેન ભારે પડ્યા

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ચુક્યા છે અને ભાજપે ગુજરાતમાંથી 26માંથી 25 બેઠક પર જીત મેળવી છે.માત્ર બનાસકાંઠા બેઠક કોંગ્ર

આ બે નેતાઓની જીદના કારણે ભાજપે બનાસકાંઠા બેઠક ગુમાવી, ગેનીબેન ભારે પડ્યા

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ચુક્યા છે અને ભાજપે ગુજરાતમાંથી 26માંથી 25 બેઠક પર જીત મેળવી છે.માત્ર બનાસકાંઠા બેઠક કોંગ્રેસના ફાળે ગઇ છે.બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની 30406 મતે જીત થતા ભાજપનું સતત ત્રીજી વખત ગુજરાતમાં ક્લિનસ્વીપનું સ્વપ્ન તૂટી ગયું છે. આ બેઠક ભાજપે બે રાજકીય નેતાઓને કારણે ગુમાવી છે.

બનાસકાંઠા બેઠક પર ઉમેદવાર બદલવાની કરાઇ હતી માંગ

ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે રેખા ચૌધરીના નામની જાહેરાત કરી ત્યારે પૂર્વ સાંસદ પરબત પટેલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલને ફોન કરીને ઉમેદવાર બદલવાની માંગ કરી હતી. પરબત પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોર મજબૂત ઉમેદવાર છે અને આપણા ઉમેદવાર નબળા પડશે. જોકે, બે નેતાઓની જીદને કારણે ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યો નહતો અને તેનું નુકસાન પાર્ટીને થયું છે.

સુત્રો તરફથી માહિતી મુજબ, બનાસકાંઠા બેઠક પરથી  પરબત પટેલને ભાજપે ટિકિટ આપી હોત તો ગેનીબેન ઠાકોર ચૂંટણી નહીં લડે તેવી વાત તેમને પરબત પટેલને કરી હતી. જોકે, પાર્ટી હાઇકમાન્ડ દ્વારા બનાસકાંઠા બેઠક પર પરબત પટેલની જગ્યાએ નવોદિત ચહેરા રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. બનાસકાંઠાના ચૌધરી સમાજના આગેવાનો અને ભાજપના આગેવાનોએ સીઆર પાટિલ સાથે મુલાકાત કરી હતી અને ઉમેદવાર બદલવાની માંગ કરી હતી.

ઉમેદવાર બદલવા માટે આ બે નેતાઓ ના માન્યા

બનાસકાંઠાના અગ્રણીઓએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલને રજૂઆત કરી હતી કે, 'ગેનીબેન ઠાકોર મજબૂત માથું છે.' જોકે, ભાજપના બે નેતાઓને કારણે બનાસકાંઠામાં ઉમેદવાર બદલવામાં આવ્યા નહતા. વડોદરા અને સાબરકાંઠા બાદ બનાસકાંઠામાં પણ ઉમેદવાર બદલવાની માંગ ઉભી થતા સીઆર પાટિલે ભાજપના બે મોટા નેતાઓ અને બનાસકાંઠા સાથે ઘરોબો ધરાવતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં હર્ષ સંઘવી અને શંકર ચૌધરીએ સીઆર પાટિલને ઉમેદવાર ના બદલવા મનાવી લીધા હતા. 

ભાજપના જ બે નેતાઓને કારણે કોંગ્રેસના મજબૂત ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે ભાજપના રેખાબેન ચૌધરીએ હાર સ્વીકારવી પડી હતી. બનાસકાંઠા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થયા બાદ ભાજપનું ગુજરાતમાં ક્લિનસ્વીપનું સ્વપ્ન તૂટી ગયું હતું. 
 

આ સમાચાર શેર કરો