મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ? આ નામ ચર્ચામાં

સીઆર પાટીલનો મંત્રી મંડળમાં સમાવેશ થતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ ખાલી થશે. સીઆર પાટીલ કેન્દ્રમાં મ

કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ? આ નામ ચર્ચામાં

સીઆર પાટીલનો મંત્રી મંડળમાં સમાવેશ થતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ ખાલી થશે. સીઆર પાટીલ કેન્દ્રમાં મંત્રી બનતા નવા અધ્યક્ષની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કેટલાક નામ ચર્ચામાં છે જે પાટીલની જગ્યાએ ગુજરાત ભાજપની કમાન સંભાળી શકે છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની રેસમાં આ નામ

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની રેસમાં મયંક નાયક, પ્રદીપસિંહ જાડેજા, જગદીશ વિશ્વકર્મા, દેવુંસિંહ ચૌહાણ અને ગોરધન ઝડફિયાના નામ ચર્ચામાં છે.

મયંક નાયક: મયંક નાયક ઉત્તર ગુજરાતમાં આવે છે, રાજ્યસભાના સાંસદ છે અને અમિત શાહના વિશ્વાસુ છે. ખાસ કરીને તે ઉત્તર ગુજરાતમાંથી આવે છે અને ઓબીસી ચહેરો છે. સંગઠનમાં તેમની સારી પકડ છે.

પ્રદીપસિંહ જાડેજા: પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનવાની રેસમાં છે. પ્રદીપસિંહ જાડેજા સરકાર અને સંગઠન બન્નેમાં કામ કરી ચુક્યા છે. હાલ સાઇડ લાઇન છે. જે રીતે ક્ષત્રિયો નારાજ થયા હતા તેની અસર 2027 પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ના પડે તે માટે પ્રદીપસિંહ જાડેજાને પક્ષ અજમાવી શકે છે.

જગદીશ વિશ્વકર્મા: જગદીશ વિશ્વકર્માનું નામ પણ ચર્ચામાં છે અને તેઓ ઓબીસી ચહેરો છે. તે પહેલા પોતાની અટક પંચાલ લખતા હતા પણ પાછળથી વિશ્વકર્મા લખતા થયા છે. અમિત શાહની નજીક મનાય છે. સરકાર અને સંગઠનમાં કામ કરી ચુક્યા છે. હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે.

દેવુંસિંહ ચૌહાણ: દેવુંસિહ ચૌહાણને પણ ઓબીસી ચહેરા તરીકે તક મળી શકે છે. ભાજપ હાઇકમાન્ડે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રથી કેન્દ્રમાં મંત્રી બનાવ્યા છે પણ મધ્ય ગુજરાતને સ્થાન મળ્યું નથી. દેવુંસિંહ ચૌહાણ પહેલા રાજ્યકક્ષાના મંત્રી હતા પણ આ વખતે તેમની બાદબાકી કરાઇ છે. દેવુંસિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ માનવામાં આવે છે સાથે જ અમિત શાહના યશમેન તરીકે ગણવામાં આવે છે.

ગોરધન ઝડફિયા: ગોરધન ઝડફિયાને પાટીદાર ચહેરા તરીકે સ્થાન મળી શકે છે. કારણ કે તેએ સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા તરીકે સીનિયર અને અનુભવી ચહેરો છે. ગોરધન ઝડફિયાને સરકાર અને સંગઠન બન્ને ચલાવવાનો અનુભવ છે. તે સિવાય ચર્ચા છે કે પક્ષ કોઇ નવા ચહેરાને પણ સ્થાન આપી શકે છે.

આ સમાચાર શેર કરો