'વારસામાં પાર્ટી મેળવનારાને ગધેડા અને ઘોડાનીય ખબર નથી', મોઢવાડિયાએ કોના પર કર્યા પ્રહાર
વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર શાબ્દિક પ્રહાર કર્યા. મ

વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર શાબ્દિક પ્રહાર કર્યા. મોઢવાડિયાએ કહ્યું કે, દિલ્હીના નેતાને વારસામાં પાર્ટી મળી છે. જેમને ગધેડા અને ઘોડામાં પણ ખબર નથી એ ગુજરાતમાં આવીને રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની વાત કરે છે. મેં 12 વર્ષ પહેલાય આ જ ભાષણ સાંભળ્યું હતું અને બાર વર્ષેય હજુ એજ ભાષણ આપે છે. 40-50 લોકોને કાઢવાની વાત કરે છે પણ લીસ્ટ તો બનાવી જુઓ.
મોઢવાડિયાના કટાક્ષનો જવાબ આપતાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જવાબ આપ્યો કે, વરઘોડાવાળા ઘોડા બીજા પક્ષમાં જતા રહ્યા. એક સમયે કોંગ્રેસના જ સાથી રહેલા અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસની પોલ વિધાનસભામાં ખુલ્લી પાડી હતી.
રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં રહેલી ખામીઓને પણ જાહેરમાં વ્યક્ત કરી હતી. ગુજરાતમાં પગ મૂકતાં જ રાહુલે કોંગ્રેસને આ હિન્ટ આપી હતી. એક કાર્યકર્તાએ મને કહ્યું કે, રાહુલજી, કોંગ્રેસમાં એક તકલીફ એવી છે કે, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો અને બીજો લગ્નનો હોય છે. ક્યારેક કોંગ્રેસ લગ્નના ઘોડાને રેસમાં અને રેસના ઘોડાને લગ્નમાં દોડાવે છે. કાર્યકર્તાએ મને કહ્યું કે, આ તમે બંધ કરાવો. હવે આ ગુજરાતમાં કરવાનું છે. રેસના ઘોડાને રેસમાં દોડાવીશું, અને લગ્નના ઘોડાના લગ્નના બારાતમાં નચાવીશું. આ કામ હવે ગંભીરતાથી કરવાનું છે.






