મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાળકોને એકલા મૂકતાં વાલીઓ સાવધાન, સુરતમાં રમતાં રમતાં માસૂમ બાળકે દરવાજો બંધ કરી દેતા રૂમમાં પૂરાઈ

સુરતના કતારગામમાં એક બાળક રૂમમાં બંધ થઈ ગયું હતું. માતા પિતા રૂમની બહાર હતાં ત્યા

બાળકોને એકલા મૂકતાં વાલીઓ સાવધાન, સુરતમાં રમતાં રમતાં માસૂમ બાળકે દરવાજો બંધ કરી દેતા રૂમમાં પૂરાઈ

સુરતના કતારગામમાં એક બાળક રૂમમાં બંધ થઈ ગયું હતું. માતા પિતા રૂમની બહાર હતાં ત્યારે રમતાં રમતાં બાળક અંદરથી દરવાજો બંધ કરતું હતું. જેમાં અંદર જ દરવાજો બંધ થઈ જતાં પૂરાઈ ગયું હતું. કુબેરનગરમાં મકાનમાં બાળક બંધ થઈ ગઈ હતી. જેથી નાની બાળકીએ ભૂલમાં દરવાજો બંધ કરી દીધો હતો. ફાયરના જવાનોએ દરવાજો તોડી બાળકને સહી સલામત બહાર કાઢી હતી.

ગણતરીના સમયમાં ફાયરબ્રિગેડ પહોંચ્યુ

ફાયર વિભાગને એક દોઢ વર્ષનું બાળક ફસાઈ ગયું હોવાનો કોલ મળ્યો હતો. ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ મોકલીસરા ફાયર સ્ટેશનથી એક ગાડીને રવાના કરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં ફાયર વિભાગની આ ગાડી કતારગામ દરવાજા પાસે કુબેર નગર ખાતે આવેલા મકાન નંબર-20 ખાતે પહોંચી ગઈ હતી.

પરિવારના જીવમાં જીવ આવ્યો

ફાયર વિભાગ દ્વારા દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશી બાળકને સહી-સલામત તેના માતા-પિતાને સોપ્યું હતું. પિતા વિશાલ પરમાર અને માતા બંને દોઢ વર્ષના બાળક જેનીલને ઘરમાં હતું અને તે બહાર ગયા હતા. આ દરમિયાન રમતા-રમતા બાળકથી દરવાજો લોક થઈ ગયો હતો. ત્યારબાદ તે રડવા લાગ્યું હતું, જેથી માતા-પિતા ચિંતામાં મુકાયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. દીકરાને સહી-સલામત મેળવીને માતા-પિતાએ ફાયર વિભાગનો આભાર માન્યો હતો.

આ સમાચાર શેર કરો