પરિવાર સાથે અમદાવાદ મેચ જોવા આવેલા શાહરુખ ખાનને અચાનક શું થયું?, કેમ હોસ્પિટલમાં કરવો પડ્યો દાખલ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે પોતાની ટીમને સપોર્ટ કરવા શાહરૂખ ખાન પરિવાર સાથે અમદાવાદ આવ્યો હતો.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે પોતાની ટીમને સપોર્ટ કરવા શાહરૂખ ખાન પરિવાર સાથે અમદાવાદ આવ્યો હતો. આજે અચાનક તબિયત બગડતા શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. હેલ્થ ચેકઅપ કરતાં તેને ડિહાઇડ્રેશન હોવાની જાણ થઈ હતી.
શાહરુખ ખાનના મેડિકલ રિપોર્ટ નોર્મલ આવ્યા
શાહરુખ ખાનના મેડિકલ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે. શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરાતા તેની પત્ની ગૌરી ખાન પણ હોસ્પિટલ દોડી આવી.
ગઈકાલે રમાયેલી મેચ જોવા માટે શાહરૂખ ખાન, પુત્રી સુહાના ખાન, પુત્ર અબરામ ખાન અમદાવાદ આવ્યા હતા. આ સિવાય અનન્યા પાંડે અને શનાયા કપૂર પહોંચ્યા હતા.
X પર હેશ ટેગ શાહરૂખ ખાન ટ્રેન્ડ થવા લાગ્યું
શાહરૂખ ખાનની તબિયત બગડવાની અને હોસ્પિટલમાં એડમિટ કરાયાના સમાચાર સામે આવ્યા બાદ તેના કરોડો ફેન્સ ખૂબ જ પરેશાન જોવા મળ્યા. થોડા સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હેશટેગ શાહરૂખ ખાન ટ્રેન્ડ થવા લાગ્યો. લોકો કિંગ ખાનના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે કંઈ ગંભીર નથી. શાહરૂખ ખાનને માત્ર ડિહાઈડ્રેશનના કારણે થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
ગૌરી ખાન પણ હોસ્પિટલ દોડી આવી હતી
શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરાતા તેની પત્ની ગૌરી ખાન પણ હોસ્પિટલ દોડી આવી હતી. આ ઉપરાત જુહી ચાવલા પણ કેડી હોસ્પિટલ આવી હતી.
શાહરુખ મેચ જોવા અમદાવાદ આવ્યો હતો
અમદાવાદમાં કોલકાતા ટીમ સોમવારે આવી હતી. ટીમ એરપોર્ટ પરથી સીધી જ આઈટીસી નર્મદા હોટલ પર પહોંચી હતી. જ્યાં ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શાહરુખ ખાન પણ હોટલમાં રોકાયો હતો.
કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ સનરાઈઝ હૈદરાબાદને હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી.








