મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં લગ્ન પ્રસંગ બન્યો સમરાંગણ,  બે જૂથ વચ્ચે હથિયારો ઉછળ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં પણ બબાલ

હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે. ત્યારે દરેક સમાજમાં લગ્ન થઈ રહ્યા છે. આવા જ એક લગ્ન સુરતના ઉન ભીંડી બજારમ

સુરતમાં લગ્ન પ્રસંગ બન્યો સમરાંગણ,  બે જૂથ વચ્ચે હથિયારો ઉછળ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં પણ બબાલ

હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે. ત્યારે દરેક સમાજમાં લગ્ન થઈ રહ્યા છે. આવા જ એક લગ્ન સુરતના ઉન ભીંડી બજારમાં થઈ રહ્યા હતાં. આ દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ હતી. અંગત અદાવતમાં લગ્નનું ભોજન જમી રહેલા મહેમાનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેથી બન્ને જૂથના લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં. જ્યાં પણ બન્ને જૂથના લોકો સામ સામે આવી જતાં પોલીસને બોલાવવી પડી હતી. 

સિક્યોરિટી સ્ટાફ બોલાવવો પડ્યો

સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. ઉન ભીંડી બજારમાં બે જૂથ વચ્ચે સામસામે બબાલ થઈ હતી. લગ્નમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે તિક્ષણ હથિયાર ઉછળ્યા હતાં. સામાન્ય બોલાચાલીમાં બે જૂથના લોકોએ એકબીજાને તિક્ષણ હથિયારી મારી દીધા હતાં. સમગ્ર મામલો સિવિલ હોસ્પિટલ પહોંચતા સિવિલના કેમ્પસમાં ફરી  બબાલ થઈ હતી. સિવિલ હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ ન પહોંચી વળતા તાત્કાલિક પોલીસ બોલાવવાની નોબત આવી હતી. પોલીસે આવી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. સાથે જ બંને જૂથના મળી 5-6 લોકો થયાં ઈજાગ્રસ્ત થયા હતાં.

જમતાં લોકો પર હુમલો

ઈજાગ્રસ્ત બેન્જોય સિંગે કહ્યું કે, અમે લગ્નમાં ગયા હતાં. જમી રહ્યા હતાં. આ દરમિયાન સુરિન્દરે કડું અને ચપ્પું મારી દીધું હતું. 3-4 લોકોએ હુમલો કર્યો હતો. અમારા પર તૂટી પડ્યા હતાં. અમે ઉન ભીંડી બજારમાં રહીએ છીએ. એ લોકોની કોઈક દુશ્મની હશે જેના કારણે હુમલો થયો હતો. જેણે અમારા પર ઉતારી દીધો હતો. હાલ અમે સિવિલમાં સારવાર લઈ રહ્યા છીએ.

આ સમાચાર શેર કરો