મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

 'અહીં કેમ બેઠા છો' કહી ચાર શખ્સોએ છરી વડે યુવક પર કર્યો હુમલો,સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગરના પોપટપરા

 'અહીં કેમ બેઠા છો' કહી ચાર શખ્સોએ છરી વડે યુવક પર કર્યો હુમલો,સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારમાં એક યુવક પર ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. યુવકને ઘાયલ અવસ્થામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરમાં છરીના ઘા મારી યુવક પર હુમલો

બનાવની વિગત જોઇએ તો સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારમાં એક યુવક પર 'અહીં કેમ બેઠા છો' કહીને ચાર શખ્સોએ બબાલ કરી હતી. તે બાદ છરીના ઘા ઝીંકી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો