ભાવનગરમાં સિંહે જીવલેણ હુમલો કરતાં યુવતીને હોસ્પિટલમાં કરાઈ દાખલ
ભાવનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સિંહે એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. મહુવા તાલુકા

ભાવનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સિંહે એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. મહુવા તાલુકાના નાની જાગધાર ગામે મહિલા ઉપર સિંહનો હુમલો સારવાર માટે સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.
બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા નજીક આવેલા નાની જાગધાર ગામે મહિલા ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેને લઇ ગંભીર હાલતે મહિલાને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. બનાવના પગલે વન વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
આ પણ વાંચો : VIDEO: જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 200થી વધુ પ્રજાતિના પક્ષીઓ બન્યા મહેમાન
મહિલાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ અગાઉ પણ સિંહની રંજાડ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ વન વિભાગ દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી જેને લઇ આ ઘટના બની છે. જેથી પરિવાર દ્વારા તાત્કાલિક આ વિસ્તારમાં તે વન્ય પશુઓને અન્ય સ્થાને ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી.






