Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : More than 200 species of birds became guests at Khijdia Bird Sanctuary

VIDEO: જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 200થી વધુ પ્રજાતિના પક્ષીઓ બન્યા મહેમાન

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2025
લાઇવ ટીવીGoogle News

જામનગરમાં શિયાળાના પ્રારંભે જ વિદેશી પક્ષીઓનું આગમન થવા લાગે છે અને દર વર્ષે ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 200થી વધુ પ્રજાતિના પક્ષીઓ મહેમાનો બનતા હોવાથી પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ પક્ષી ગણતરી માટે તા.6 ફેબુઆરથી તા.7 ફેબ્રુઆરીના બપોર સુધી ખીજડીયા પક્ષી અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું.

App Store

વિશ્વ વિખ્યાત જામનગરનું ખીજડીયા પક્ષી અભ્યારણ્ય 605 હેકટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેના વૈવિધ્યસભર પક્ષીઓને કારણે સમગ્ર ભારતમાં તે આગવું સ્થાન ધરાવે છે. દર વર્ષે અહીં 200થી વધુ પ્રજાતિના વિદેશી પક્ષીઓ શિયાળામાં મહેમાન બને છે. ત્યારે આ વર્ષે પણ સ્થાનિક પક્ષીઓ ઉપરાંત કાળી પુંછ ગડેરો, નકટો, કુંજ, નાની મુરધાબી, ચેતવા,ચંચળ, પાન, પટ્ટાઈ જેવા 200થી વધુ પ્રજાતિના પક્ષીઓ આગમન થઈ ગયું છે.

આ પણ વાંચો :  ખંભાળિયામાં 2016ના મર્ડર કેસમાં 10 આરોપીઓને 10 વર્ષની સજા, 9ને આજીવન કેદ

ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ મરીન નેશનલ પાર્ક જામનગર હેઠળના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં તા.6 ફેબ્રુઆરીના બપોર બાદ અને તા.7 ફેબ્રુઆરી સુધી પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષી અભયારણ્યની મુલાકાતે આવનાર પર્યટકો તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય આ સમય દરમ્યાન બંધ રહેશે.

પક્ષી ગણતરીમાં પક્ષીપ્રેમીઓ તેમજ ખીજડીયા પક્ષી અભ્યારણ્યના રેંજ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વથાસિયા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ જોડાયા હતા. જેમાં કુલ 12 ટીમ બનાવીને પક્ષી ગણતરી કરવામાં આવી હતી. જેમાં પક્ષી પ્રેમીઓ તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અને અધકારીઓ સહિત કુલ 60 લોકો આ કામગીરીમાં જોડાયા હતા. આમ તો શિયાળામાં વિદેશી પક્ષીઓ માટે જામનગર સ્વર્ગ સમાન માનવામાં આવે છે.