ખંભાળિયામાં 2016ના મર્ડર કેસમાં 10 આરોપીઓને 10 વર્ષની સજા, 9ને આજીવન કેદ

ખંભાળિયા સેશન્સ કોર્ટે હત્યા અને હત્યાના પ્રયાસમાં કુલ 19 આરોપીઓને સજા ફટકારી છે. જેમાં 10 આરોપીઓને 10 વર્ષની સજા સંભળાવી જ્યારે 9 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 2016માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે.
સલાયા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સાલે મામદ ઉર્ફે સાલું પટેલ ભગાડ તેમજ અન્ય 10 આરોપીઓને હત્યાના પ્રયાસમાં ખંભાળિયા સેશન્સ કોર્ટે દસ વર્ષની સજા ફટકારી છે. તેમજ ખૂનના ગુનામાં નઝીર આદમ જસરાયા અને હારુન આદમ જસરાયા સહિત 9 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી. 2016માં સલાયા ખાતે 2 જૂથ વચ્ચે ભંયકર મારામારી થઈ હતી જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સલાયા પોલીસ મથકે નોંધાયેલા 2016ના કેસમાં સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને સજા ફટકારતાં જિલ્લા ભરમાં ચર્ચા જાગી છે.
આ પણ વાંચો : દેશભરમાં બેંકના કર્મચારીઓની હડતાળ, સતત ચાર દિવસ રહેશે બેંકો બંધ; જાણો તારીખ અને કારણો
આમ આદમી પાર્ટીના ઉમેદવાર સલેમામદ કરીમ ભગાડ ને IPC 307ના 2016ના ગુનામાં 10 વર્ષની સજા ફટકારી છે તો કોંગ્રેસ નેતા નજીર જસરાયા સહિતના 9 જેટલા આરોપીઓને IPC 302ના 2016 ગુનામાં આજીવન કેદની સજા ફટકારી છે. સલાયા નગર પાલિકાની ચૂંટણી સમયે સલાયાના કોંગ્રેસ તેમજ આપના નેતાઓને સજાનો ઓર્ડર થતા રાજકરણ ગરમાયું હતું. તો સરકારી વકીલે આ એક કાયદાકીય મેટર છે તેને રાજકારણ સાથે ના જોઈ શકાય તેવું જણાવ્યું હતું.

