કોઈ દેશ આપણને ઝુકાવી ન જાય તેના માટે આત્મનિર્ભર બનવું પડશે: C.R. પાટીલ
આજે ગાંધીનાગર ખાતે ભાજપની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મંત્રી મંડળના વિસ્

આજે ગાંધીનાગર ખાતે ભાજપની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મંત્રી મંડળના વિસ્તરણના સવાલના જવાબમાં મુખ્યમંત્રી ભુપેન્નીદ્ર પટેલે માત્ર સ્માઈલ આપી પૂર્ણવિરામ મુક્યું હતું. તો કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું -'થશે એટલે કહીશું, તમને પૂછ્યા વગર નહીં કરીએ.'
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
આ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 'સમગ્એર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પીએમ મોદીના નેતૃત્વમાં દેશે એક દાયકામાં વિશાળ છલાંગ લગાવી છે. મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા પગલાંથી ભારત ઇમ્પોર્ટરથી એક્સપોર્ટર બન્યું. ખાદી વેચાણ 1.70 લાખ કરોડ સુધી પહોંચ્યું, રમકડાંનું એક્સપોર્ટ થઈ રહ્યું છે. GST રિફોર્મથી રાહત મળી છે. અભિયાનનો હેતુ આર્થિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે. આત્મનિર્ભર ભારત માટે ગુજરાત સરકાર રિજિયન વાઇબ્રન્ટ સમિટ પણ કરી રહી છે
પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ
સી.આર. પાટીલે કહ્યું કે, 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીની જન્મજયંતિથી 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ સુધી આત્મનિર્ભર સંકલ્પ અભિયાન ચાલવાનું છે. દેશની જનતાને અભિયાન સાથે જોડવા પ્રયાસ કરવામાં આવશે. દેશના લોકો પણ દેશમાં બનેલી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે . દેશના લોકોના પરસેવાવાળી જ વસ્તુઓ ખરીદે તેવો PM મોદીનો આગ્રહ છે.
પીએમ મોદીના આહવાન બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તમામ કાર્યકર્તાઓને પણ અભિયાન માટે સૂચના આપી છે. PM મોદીના વોકલ ફોર લોકલના સૂત્ર બાદ ખાદીની ખરીદીમાં વધારો થયો હતો. દેશની જનતાને અભિયાન સાથે જોડવા પ્રયાસ થશે. દેશના લોકો પણ દેશમાં બનેલી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે.
UPAના શાસનમાં 15 લાખ કરોડના મોબાઇલ એક્સપોર્ટ થતા હતા જે આજે 2 લાખ કરોડના મોબાઇલ એક્સપોર્ટ થઈ રહ્યા છે. પહેલા રેલવેમાં દુઃખદ પ્રવાસ થતો હતો જે આજે સુખદ પ્રવાસમાં ફેરવાયો છે. આવતીકાલે સુરતથી પ્રથમ અમૃત ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સ્વદેશીનો મતલબ આપણે કોઈની વસ્તુઓનો બહિષ્કાર નથી કરતા પણ સ્વદેશી અપનાવવાનો હેતુ છે. સ્વદેશી વસ્તુઓ વેચનાર વેપારીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. સેલિબ્રિટીઓ સ્વદેશી અપનાવોના વીડિયો પણ મૂકશે. ઘરે ઘરે જઈ સ્વદેશી અપનાવોના સ્ટીકર પણ લગાવવામાં આવશે.
કોઈ દેશ આપણને ઝુકાવી ન જાય તેના માટે આપણે આત્મનિર્ભર બનવું પડશે. માત્ર દીવડાઓ ખરીદીને સ્વદેશી અપનાવવાનો સંતોષ માનતા નહીં, ઘરમાં રહેલી વસ્તુઓનું લિસ્ટ બનાવી સ્વદેશી વસ્તુઓ ખરીદજો








