Gandhinagar news: સરકારે અધિકારીઓને આદેશ કરવો પડ્યો, ફોન ઉપાડવાનું રાખો
ગુજરાતમાં સરકારી સિસ્ટમ જાણે લકવાગ્રસ્ત બની છે. સરકારી તંત્ર

ગુજરાતમાં સરકારી સિસ્ટમ જાણે લકવાગ્રસ્ત બની છે. સરકારી તંત્ર પર સરકારનો જ કાબુ નથી રહ્યો, પરિણામે ગુજરાતમાં જાણે અધિકારી રાજ હાવી થયું હોય તેમ લોકો અહેસાસ કરી રહ્યાં છે. હાલ રાજ્યમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે સરકારી કચેરીઓમાં સરકારી બાબુઓએ આધિપત્ય જમાવી દીધું છે.
સામાન્ય જનતાનું કોઈ સાંભળનાર નથી
સામાન્ય જનતાનું કોઈ સાંભળનાર નથી. પૈસા વિના કામ થાય નહીં. પ્રજા તો ઠીક ખુદ ભાજપના ધારાસભ્યોએ એવો અનુભવ કરી રહ્યા છે કે રાજ્યમાં અધિકારીઓએ ફોન સુદ્ધા ઉપાડતા નથી. ખુદ ભાજપના ધારાસભ્યોને એવો અનુભવ થીઈ રહ્યો છે કે અધિકારીઓ ફોન સુદ્ધા નથી ઉપાડતા. હવે જો ચૂંટાયેલાં પ્રતિનિધીના આ દશા હોય તો સામાન્ય જનતાનું સાંભળે કોણ? ભાજપના ધારાસભ્યો, સાસંદ અને જીલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ- સભ્યો સહિત અનેક નેતોઓ ફરિયાદ કરી રહ્યા છે કે અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે.
પદાધિકારી અને ઉચ્ચ અધિકારીના ફોન ફરજિયાત ઉપાડવા પડશે
સમગ્ર મામલે મહેસુલ વિભાગે ભફોન ઉપાડવા મામલે પરિપત્ર જાહેર કરવો પડ્યો છે, મહેસૂલ વિભાગે પરિપત્ર જાહેર કરી વર્ગ-1 અને વર્ગ -2નાઅધિકારીઓને આદેશ કર્યો છે કે પદાધિકારી અને ઉચ્ચ અધિકારીના ફોન ફરજિયાત ઉપાડવા પડશે. જો મિટિંગ હોય કે અન્ય કોઈ સંજોગોવસાત ફોન રિસિવ ન કરાય તો જે તે વ્યકિતને કોલ બેક કરવો પડશે.રાજ્યમાં સરકારી કચેરીઓ પર ફોનથી જ વહીવટ થઈ રહ્યો છે, ભ્રષ્ટ અધિકારીઓ એક નહીં બે બે ફોન રાખતાં થયાં છે, જેથી બિલ્ડરો જમીન માફિયા સાથે ખાનગીમાં વહીવટ કરી શકાય. ા કારણોસર સેવા સદન આજે મેવા સદન બન્યા છે.





