VIDEO: હળવદમાં સરકારી દવાખાનાની મુલાકાત લેનાર ધારાસભ્યનો જાહેરમાં ઉધડો
મોરબીના હળવદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સરકારી દવાખાનાની મુલાક
મોરબીના હળવદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સરકારી દવાખાનાની મુલાકાત લેવા ગયેલા ધારાસભ્યને ગ્રામ પંચાયતના સભ્યએ જાહેરમાં ઉધડો લીધો હતો. ચરાડવા ગામથી સરકારી હોસ્પિટલ સુધી પહોંચવા માટે કોઈ યોગ્ય રસ્તો નથી, જેના કારણે ગ્રામ પંચાયતમાં મળેલી ગ્રાન્ટનો હજુ સુધી ઉપયોગ ન થયાના આક્ષેપો ઉઠ્યા છે. આ ઘટના કારોબારી ચેરમેનની હાજરીમાં બની, જેમાં ગ્રામ પંચાયત સભ્યે ધારાસભ્યને કહ્યું, તમે માત્ર તાયફાઓ કરવા અને ફોટો સેશન માટે આવો છો. અહીંથી સરકારી દવાખાના સુધીનો રોડ પણ નથી, તો શું તમને નથી દેખાતું?



