સોસાયટીઓના ઝગડા વચ્ચે ચાલુ થયેલું પાણીની પાઈપલાઈનનું કામ અટક્યું
અમદાવાદમાં ઠક્કરબાપાનગર વોર્ડમાં આવેલીસોસાયટીઓની ની લડાઈમાં પાણીની લાઈન નાખવાનું કામ ખોરંભ

અમદાવાદમાં ઠક્કરબાપાનગર વોર્ડમાં આવેલીસોસાયટીઓની ની લડાઈમાં પાણીની લાઈન નાખવાનું કામ ખોરંભે પડ્યું છે. પાણીની પાઈપો પણ સોસાયટીમાં લાવીને મુકી છે પરંતુ અન્ય સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેટર પાણીની લાઈન નાખવા દેતા નથી.
ઠક્કરબાપા નગર વિસ્તારમાં આવેલી કનકેશ્વરી સોસાયટી, શાંતિ નિકેતન સોસાયટી અને ઉમિયા એપાર્ટમેન્ટના રહીશો પાણીની લાઈન માટે પૈસા ભરી દીધા છે પાઇપો પણ ઉતરી ગઈ છે પરંતુ કોર્પોરેશન કામ ચાલુ કરી શક્યું નથી. કનકેશ્વરી અને શાંતિનિકેતન સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે બાજુમાં આવેલી ઉમિયા એપાર્ટમેન્ટમાં કોર્પોરેટર દીક્ષિત પટેલ રહે છે, તેમના ફ્લેટમાં અગાઉ પાણીની લાઈન નાખવા ન દીધી હોવાથી તેઓ અત્યારે અમારા પર રોક લગાવી રહ્યા છે.
કનકેશ્વરી અને શાંતિનિકેતન સોસાયટીના રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે જ્યારે 2011માં રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોર્પોરેટર જ્યાં રહે છે તેવા ઉમિયા એપાર્ટમેન્ટ લોકોએ પૈસા આપ્યા ન હતા. થોડા વર્ષ પહેલાં જ્યારે ઉમિયા એપાર્ટમેન્ટના સભ્યોએ પાણીની લાઈન નાખવા માટે ખોદકામ કરવાનો વાત કરી ત્યારે બંને સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો.
આ પણ વાંચો : VIDEO: રિવરફ્રન્ટ પર મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ સિટી પોલીસ લાવી ઈલેક્ટ્રિક સ્કુટર
રોડના બાકી પૈસાની વાત કરી પરિણામે પાણીની લાઈન નખાઈ શકાઈ નહીં. કોર્પોરેટરના ત્યાં પાણીની લાઈન આવી નથી જ્યારે બે સોસાયટીના રહીશોએ પાણીની લાઈન માટે ધારાસભ્ય પાસેથી બજેટ મેળવી પાણી લેવાની પ્રયત્ન કર્યો ત્યારે કોર્પોરેટરે લાઈન નાખવા દીધી નહીં અને હવે તેમનાં ફ્લેટ દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે.
તો આક્ષેપોને નકારતા કોર્પોરેટર દીક્ષિત પટેલ કહે છે કે બંને સોસાયટીના રહીશોને તેઓએ બજેટ પણ આપ્યું હતું પરંતુ તેઓએ બજેટ સ્વીકારવાનો ઇનકાર કરી ધારાસભ્યનું બજેટ લીધું હતું. સોસાયટીઓ વચ્ચે સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેમાં સફળતા મળી નહીં. હું પાણીની લાઈન નાખવા દેતો નથી તે વાત ખોટી છે
સોસાયટીઓની વચ્ચે વિખવાદને કારણે મંજૂર થયેલી ગ્રાન્ટ પણ પડી રહી છે તો સાથે સાથે પાણીના પાઈપો પણ લાંબા સમયથી ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ ક્યારે દૂર થાય છે.








