મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

યોગી મોડલ સુરતમાં અપનાવવા માગ, SMCની બેઠકમાં જ ભાજપના કોર્પોરેટરે કહ્યું-હોટલના નામથી લોકો દોરાય છે ગેરમાર્ગે

ઉત્તરપ્રદેશમાં હોટલ સહિત દુકાનોના નામને લઈને ભારે વિવાદ થયો છે. ત્યારે સુરતમાં પણ

યોગી મોડલ સુરતમાં અપનાવવા માગ, SMCની બેઠકમાં જ ભાજપના કોર્પોરેટરે કહ્યું-હોટલના નામથી લોકો દોરાય છે ગેરમાર્ગે

ઉત્તરપ્રદેશમાં હોટલ સહિત દુકાનોના નામને લઈને ભારે વિવાદ થયો છે. ત્યારે સુરતમાં પણ હોટલોના નામની સાથે માલિકના નામ લખવામાં આવે તેવી માગ પાલિકાની બેઠકમાં ઉઠી છે. ભાજપના કોર્પોરેટરે જ સમગ્ર રજૂઆત કરી છે. સામાન્ય સભામાં કોર્પોરેટર વિજય ચોમાલે હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરી છે. તેણે કહ્યુ કે, હિન્દુ નામ ધરાવતી હોટલના નામ મુસ્લિમ માલિકોના હોય છે. જેથી લોકો ગેરમાર્ગે દોરાય છે. 

આવી કોઈ હોટલ મળી આવે તો તેને દંડ કરો

કોર્પોરેટર ચોમાલે કહ્યું કે, પાલિકાની હદમાં આવી કોઈ હોટલ મળી આવે તો તેને દંડ કરો. કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ એક અપરાધ છે. હું મહાનગરપાલિકાને વિનંતી કરૂ છું કે, એક એક દુકાનમાં ચેકિંગ કરે અને કોઈએ પણ ગરબડ કરી છે. તો તેના પર કાર્યવાહી કરવામાં આવે. આનો આખો રિપોર્ટ તૈયાર કરી સુરતના મેયરને આપવામાં આવે તેવું મેં સામાન્ય સભામાં કહ્યું છે. હોટલ માલિક છે તે પોતાના નામ પર રાખે. તેની હોટલમાં કોઈ ભોજન લેશે કે નહીં લે એ એક અલગ વિષય છે.

હોટલનું નામાંકન જરૂરી

કોર્પોરેટર વિજય ચોમાલે વધુમાં કહ્યું કે, સામાન્ય સભા મળી હતી. મારો વિષય એ છે કે, લોકો સાથે કોઈ ઠગાઈ ન થાય. 3 ઓક્ટોબરથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. બધાને શુદ્ધ ભોજન મળે, કોઈને પણ ભેળસેળવાળું ભોજન ન મળે. મારૂ માનવું છે કે, હોટલ પર નામ લખેલું હોય છે આશીર્વાદ પણ માલિકનું નામ યુનિસ, હોટલનું નામ લખ્યું હોય છે શ્રીરામ ભોજનાલય અને માલિક મોહમદ. આ ન હોવું જોઈએ. માલિકનું નામ છે તે પ્રમાણે હોટલનું નામાંકન થવું જોઈએ.

આ સમાચાર શેર કરો