મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara/ VMC દ્વારા મહારાજા સયાજીરાવના નિર્મિત આજવા ડેમની મજબૂતાઈની કરાશે ચકાસણી

ગત વર્ષે વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ સરકારે ઉચ્ચ સ્તરીય નવલાવાલા કમિટીનું ગઠન

Vadodara/ VMC દ્વારા મહારાજા સયાજીરાવના નિર્મિત આજવા ડેમની મજબૂતાઈની કરાશે ચકાસણી

ગત વર્ષે વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ સરકારે ઉચ્ચ સ્તરીય નવલાવાલા કમિટીનું ગઠન કર્યું હતું. આ કમિટીની સૂચનાને આધારે 135 વર્ષ જૂના આજવા સરોવર (ડેમ)ની મજબૂતાઈ અને સ્થિતિ ચકાસવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા જીઓ ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન શરૂ કરાયું છે.

ERT પદ્ધતિથી પોલાણની તપાસ

આજવા સરોવરનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું. VMC એ ખાનગી કન્સલ્ટન્ટ મારફતે જીઓ ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન કરાવ્યું હતું, જેમાં ઈ.આર.ટી. (ઈલેક્ટ્રોનિક રિઝિસ્ટિવિટી ટેસ્ટ) પદ્ધતિનો ઉપયોગ થયો હતો. ઈ.આર.ટી. પદ્ધતિમાં સેન્સર દ્વારા ઇલેક્ટ્રોનિક વેવ્સ પસાર કરવામાં આવે છે, જેનાથી ડેમમાં કોઈ પોલાણ કે ભંગાણ હોય તો તેની માહિતી મળી શકે છે.

પૉર વોટર પ્રેશર માપવા 5 સ્થળે ફિઝોમીટર

આ તપાસનો ડ્રાફ્ટ રિપોર્ટ આવ્યા બાદ VMC એ કન્સલ્ટન્ટ અને ગેરી (GERI)ને અભિપ્રાય માટે મોકલ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવેના જણાવ્યા મુજબ, અભિપ્રાયમાં ડેમનું પૉર વૉટર પ્રેશર અને વૉટર હેડ માપવા માટે ફિઝોમીટર મુકવાની સલાહ અપાઈ છે.

આ સલાહના આધારે, ડેમમાં પાંચ સ્થળોએ ફિઝોમીટર મુકવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જે લગભગ એકથી દોઢ મહિનામાં પૂર્ણ થઈ જશે. આનાથી ડેમની સુરક્ષા અને પાણીના દબાણ અંગે ચોક્કસ માહિતી મળી શકશે.

આ સમાચાર શેર કરો