VIDEO : વડોદરા ડૂબી ગયું પણ VMCએ કરોડોના રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ જ ન કર્યો
Vadodara flood : વડોદરામા આવેલા પુર માનવ સર્જિત નહિ ભાજપ સર્જિત પૂર હોવાનો આક્ષેપ વડોદરાના સામાજીક કાર્યક

Vadodara flood : વડોદરામા આવેલા પુર માનવ સર્જિત નહિ ભાજપ સર્જિત પૂર હોવાનો આક્ષેપ વડોદરાના સામાજીક કાર્યકર દ્વારા કરવા આવ્યો છે, જેમાં વડોદરા પાણીમાં ડૂબ્યું એ માટે તંત્ર જવાબદાર હોવાનું કહી રહ્યા છે.
સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસનો આ આક્ષેપ છે કે વર્ષ 2016માં કોર્પોરેશ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્પીડ બોટ સહિતના રેસ્ક્યુ સાધનો ખરીદવામાં આવ્યાં હતા, જે હાલ સયાજીપુરા RTO પાસે મૂકવામાં આવ્યાં છે.
સ્પીડ બોટ સહિતના આ રેસ્ક્યુ સાધનો પાલિકા તંત્ર દ્વાર સંકટ સમયે કે પુર જેવા આફતનાં સમયે ઉપયોગમાં લેવાના હતા, પરંતુ આજે વડોદરા પાણીમાં ડૂબ્યું છે અને આ સાધનોનો કોઈ જ ઉપયોગ કરવામાં નથી આવ્યો અને આ સ્પીડ બોટ સહિતના રેસ્ક્યુ સાધનો ધૂળ ખાઈ રહ્યાછે.
પરંતુ આફતમાં આ સાધનોનો ઉપયોગ કોઈનો જીવ બચાવવા કેમ ન થયો તે મોટો સવાલ છે, બોટ મારફતે પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય હોત અથવા સલામતી માટે પણ આ સાધનો ઉપયોગમાં લાવી શકાયા હોત, પરંતુ તંત્ર દ્વારા આ સાધનોનો ઉપયોગ ન કરાયો તે નવાઈ ને વાત છે. આ 20થી વધુ બોટ અફાતના સમયે કામ કેમ ન લાગી તે મોટો સવાલ છે. જુઓ આ વીડિયો -






