મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોહલીને સપોર્ટ કરવા ઉમટ્યા અમદાવાદીઓ, મોદી સ્ટેડિયમમાં 18 નંબરની જર્સીમાં જોવા મળ્યા ફેન્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં આજે મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટ

કોહલીને સપોર્ટ કરવા ઉમટ્યા અમદાવાદીઓ, મોદી સ્ટેડિયમમાં 18 નંબરની જર્સીમાં જોવા મળ્યા ફેન્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં આજે મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં ગુજરાતની ટીમ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ ગરમીમાં પણ મેચ જોવા આવ્યા છે. જેમાં ખાસ કરીને 18 નંબરની જર્સીમાં ફેન્સ વધુ જોવા મળી રહ્યા છે. 

મેટ્રો સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી 

બીજી તરફ મોદી સ્ટેડિયમ પહોંચવા માટે મેટ્રો સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. ક્રિકેટ ફેન્સ ખાસ કરીને વિરાટ કોહલીને સપોર્ટ કરી રહ્યા હોય તેમ 18 નંબરની જર્સીમાં જોવા મળ્યા હતા. 

બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ અને યશ દયાલ.

ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, આર સાઈ કિશોર, નૂર અહમદ અને મોહિત શર્મા.

ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2024માં બેંગ્લોર ટીમું પ્રદર્શન ખરાબ રહ્યું છે. જોકે, વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવવાના મામલે ટોપ પર છે.  ટીમ 9 મેચમાંથી 2 મેચમાં જ જીત મેળવી શકી છે. જ્યારે ગુજરાતની ટીમ 9 મેચમાંથી 4 મેચ જીતવામાં સફળ રહ્યું છે.

આ સમાચાર શેર કરો