મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોડેલીમાં નદી પર બનતા પૂલમાં નિયમોનું ઉલ્લંઘન, ધીમી ગતિએ ચાલતા કામ, ડાયવર્જનથી વાહનચાલકો પરેશાન

છોટાઉદેપુર જિલ્લામાં સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ સરકારના પરિપત્રોનું ઉલ્લંઘન કરીને આરએમસી પ્

બોડેલીમાં નદી પર બનતા પૂલમાં નિયમોનું ઉલ્લંઘન, ધીમી ગતિએ ચાલતા કામ, ડાયવર્જનથી વાહનચાલકો પરેશાન

છોટાઉદેપુર જિલ્લામાં સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ સરકારના પરિપત્રોનું ઉલ્લંઘન કરીને આરએમસી પ્લાન્ટથી કોંક્રિંટ બનાવવાનો નિયમ પાંચ કરોડથી વધુના ટેન્ડરમાં લીધો હોવા છતાંય ફલોરીથી કોંક્રિટનું કામ રણભુનઘાટી ગામ પાસે પૂલની કામગીરીમાં કરવામાં આવી રહ્યું છે. તેની તપાસ ની લોકો માંગ કરી રહ્યા છે.  

આ પણ વાંચોઃ નસવાડીની તલાવ પ્રાથમિક શાળા બંધ કરી દેવાતા રોષ, આદિવાસી સમાજે રોડ ચક્કાજામ કરવાની આપી ચીમકી

વાહનચાલકો પરેશાન

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રણભુનઘાટી ગામ પાસે નદી ઉપર બે જિલ્લાને જોડતા રસ્તા ઉપર સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા 6 કરોડથી વધુના ખર્ચે પૂલ બને છે. કોન્ટ્રાક્ટરે કાચા ડાયવર્ઝનમાં છૂટી કપચી નાખી દેતા વાહનો સ્લીપ મારે છે. કોન્ટ્રાક્ટર દ્વારા પાકું ડાયવર્ઝન ન બનાવતા લોકોને હાલાકી થઈ રહી છે. પૂલના કામની મુદ્દત પૂર્ણ થઇ ગઈ છે. ધીમીગતિએ કામગીરી ચાલતી હોવાથી હજુ પણ પાંચ મહિના કામ પૂરું થતા લાગશે. 

નિયમ મુજબ કામગીરી થતી નથી

ડાયવર્ઝનની કામગીરી માટે એસ્ટીમેન્ટમાં ડામર રોડ વાળું ડાયવર્ઝન બનાવવવો નિયમ હોવા છતાંય કોન્ટ્રાકટર પૈસા બચાવવા માટે કાચું ડાયવર્ઝન બનાવતા બે જિલ્લાના વાહન ચાલકો હેરાન પરેશાન અધિકારીઓ કોન્ટ્રાક્ટરને મદદ કરતા હોય તે રીતના પાકું ડાયવર્ઝન બનાવતા નથી. જયારે કરોડો રૂપિયાના ખર્ચે બનતા પૂલમાં આર એમ સી પ્લાન્ટથી કામગીરી કરાવવાની હોય છે. પરંતુ ફલોરીના કોંક્રેટથી કામગીરી કરાવવામાં આવતી હોવાથી નિયમ મુજબ કામગીરી થતી નથી.

નિયમોનું ઉલ્લંઘન 

સરકારે પાંચ કરોડથી વધુ રકમનું ટેન્ડર હોય તેમાં આર એમ સી પ્લાન્ટથી કોંક્રિટ બનાવીને કામગીરી કરવાની હોય છે. પરંતુ આ કામગીરી ફલોરીથી કોંક્રિટ બનાવીને કામગીરી કરવામાં આવતી હોવાથી સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. સરકાર મોટા મોટા દાવા વિકાસના કામોમાં ગુણવત્તા જળવાઈ છે. તેવી વાતો કરે છે. પરંતુ અધિકારીઓની મિલી ભગતથી સરકારે કરેલા પરિપત્રો પણ કચરા ટોપલીમાં નાખી દેવામાં આવે છે. હાલ તો ફલોરીના કોંક્રેટથી કામગીરી થતી હોવાથી કામની ગુણવત્તા જળવાતી નથી.

આ સમાચાર શેર કરો