મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીની તલાવ પ્રાથમિક શાળા બંધ કરી દેવાતા રોષ, આદિવાસી સમાજે રોડ ચક્કાજામ કરવાની આપી ચીમકી

નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા ધોરણ 1થી 5 ધોરણ સુધીની ચાલતી હતી. શાળાના આચાર્યએ શાળાને તા

નસવાડીની તલાવ પ્રાથમિક શાળા બંધ કરી દેવાતા રોષ, આદિવાસી સમાજે રોડ ચક્કાજામ કરવાની આપી ચીમકી

નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા ધોરણ 1થી 5 ધોરણ સુધીની ચાલતી હતી. શાળાના આચાર્યએ શાળાને તાળાં મારી દેવા માટે વાલીઓ અને બાળકો પાસે કોરા કાગળ ઉપર સહી કરાવી હતી. બાદમાં તે બાળકોને આશ્રમ શાળામાં દાખલ કરાવીને પ્રાથમિક શાળાની સંખ્યા જીરો બતાવી દીધી હતી. જેથી નવા સત્રના પ્રારંભે સરકારે પ્રાથમિક શાળાની સંખ્યા જીરો કાગળ ઉપર હોવાથી શાળાને બંધ કરી દેવાનો આદેશ કર્યો હતો. 

આ પણ વાંચોઃ પારડીના બાલદાની અવાવરૂં બિલ્ડીંગમાંથી મળ્યો મૃતદેહ, ગઈકાલે હતો મૃતક યુવકનો જન્મદિવસ

આચાર્ય પર લગાવાયો આરોપ

શાળા બંધ થતાં સમગ્ર તાલુકામાં શિક્ષકના આ ભેજાથી ખળભળાટ મચી ગયો હતો. આદિવાસી સમાજે વખતો વખત તલાવ પ્રાથમિક શાળા શરૂ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરીને થાકી ગયા છે. સરકાર શાળા શરૂ કરવા માટે મક્કમ નિર્ણય કરતી નથી.

ચીમકી ઉચ્ચારાઈ

શાળા શરૂ થાય તે માટે આદિવાસી સમાજના લોકો નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. દિન 15માં શાળા શરૂ ન કરવામાં આવે તો રોડ ઉપર ચક્કાજામ અને તાલુકા મથકની કચરીઓ અને ધારાસભ્યનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેની પાછળ સરકાર જવાબદાર રહેશે તેવી ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.

આ સમાચાર શેર કરો