મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પારડીના બાલદાની અવાવરૂં બિલ્ડીંગમાંથી મળ્યો મૃતદેહ, ગઈકાલે હતો મૃતક યુવકનો જન્મદિવસ

વલસાડનું પારડી ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. કોલેજિયનના રેપ અને મર્ડર બાદ આ વખતે બાલદાનું નામ સા

પારડીના બાલદાની અવાવરૂં બિલ્ડીંગમાંથી મળ્યો મૃતદેહ, ગઈકાલે હતો મૃતક યુવકનો જન્મદિવસ

વલસાડનું પારડી ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. કોલેજિયનના રેપ અને મર્ડર બાદ આ વખતે બાલદાનું નામ સામે આવ્યું છે. અહિં એક નિર્માણાધિન અવાવરું બિલ્ડીંગમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મૃતદેહ અંગે જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ પારડી/ કોલેજિયનના રેપ વિથ મર્ડર કેસમાં ખૂંખાર સિરિયલ કિલરને ઝડપનારી ટીમનું સન્માન

ઈંટો નીચે મૃતદેહ દબાયેલો હતો

પારડીના બાલદામાં આજે સનસની મચી ગઈ હતી. અહીં અવાવરૂં બિલ્ડિંગમાંથી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. બિલ્ડીંગના લિફ્ટના અંડર ગ્રાઉન્ડ પેસેજમાં ઈંટોની નીચે દબાયેલી હાલતમાં કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક અતુલ યોગેન્દ્ર શેન જન્મ દિવસના આગળના દિવસથી જ ગુમ થયો હતો.

હત્યાની આશંકા

ગઈકાલે જ મૃતક અતુલનો જન્મદિવસ હતો. ત્યારે અતુલ ન મળતાં પિતા અને કાકા શોધવા નીકળ્યાં હતાં. જેમાં કિશોરનો મૃતદેહ અવાવરૂ બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. કિશોરની હત્યા થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર કેસને લઈને જિલ્લા પોલીસવડા સહિત પોલીસ, એફએસએલ સહિતના કાફલા દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો